રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું નિધન
મનોરંજનની દુનિયામાં ફરી એકવાર શોકનું મોજું ફરી વળ્યું છે. વાત જાણે એમ છે કે, રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું નિધન થયું છે. વિગતો મુજબ અમીન સયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અમીન સયાનીના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સયાનીએ કરી છે.
- Advertisement -
અમીન સયાનીના નિધનથી તેમના પુત્ર રઝીલ સયાનીને ઘેરો શોક લાગ્યો છે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે તેમના પિતા અમીન સયાનીના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અમીન સાયનીને પાછલા દિવસે હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ અમીન સયાનીનું મોત થયું હતું.