વેરાવળ ભાજપ નગરસેવકની માતાને વધુ સારવાર અર્થે આયુષ હૉસ્પિટલ લાવ્યા હતા
હદયની બીમારી તબીબની સારવાર બાદ બ્રેઈન ડેડ જેવી સ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
વેરાવળના 72 વર્ષીય એક વૃઘ્ધ મહિલાને છાતીમાં દુ:ખાવાની સમસ્યા સાથે જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પર આવેલી આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામં આવ્યા હતા. પરંતુ હૃદયની સારવાર દરમિયાન સ્પેટોકાઇનેશ ઇન્જેકશન અપાયા પછી આડઅસરથતામહિલાને લોહીની ઉલટી થઇ અને બેઇન ડેડ સ્થિતિમાં આવી જતા મહિલાના પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના આક્ષેપ સાથે હોબાળો મચાવતા ભારે ચાર્ચા જાગી છે. વેરાવળ નગરપાલિકાના વોર્ડ નં.11ના ભાજપના નગરસેવક જીતેન્દ્રભાઇ શાંતિલાલ સોલંકીએ જણાવ્યુ કે, તેમનામાતા ધાનીબેન સોલંકી એ તા.1રની સાંજે છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતા તેમને વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ગયેલા ત્યાં ડો.ચિરાગ સોંદરવાએ ઇકો અને કાર્ડિયાક રીપોર્ટ કરતા ધામીબેનને સાયકલન્ટ એટેક હોવાની ડોકટરે વાત કરી હતી અને તેને અન્ય હોસ્પિટલમાં રીફર કરેલા પરંતુ ત્યાં કાર્ડિયાક તબીબ હાજર ન હોવાથી તેમને જૂનાગઢની આયુષ હોસ્પિટલનું એડ્રેસ આપતા તેમને વેરાવળથી જૂનાગઢ લવાયા હતા. રસ્તામાં ધાનીબેન હસતા બોલતા હતા અને મજાક મસ્તી કરતા હતા, પરંતુ જયારે અહી આયુષ હોસ્પિટલમાં રાતે દાખલ કરવામાં આવ્યા ત્યારે ઇમરજન્સીમાં ડો.ઓમ માથુરે રીફર રીપોર્ટ જોઇને સારવાર શરૂ કરી હતી. દર્દીને લોહી પાતળુ કરવા માટે હૃદયની સારવાર માટે ડોકટરે એક ઇન્જેકશન આપ્યુ પછી બીજા દિવસે સવારે તેમની તબીબય લથડી હતી અને લોહીની ઉલટી શરૂ થયેલ હતી, તબીબોએ મગજનમાં તકલીફ હોવાનું કહીને સીટી સ્કેન કરાવ્યુ હતુ. જેના રીપોર્ટ મુબજ મગજનું માયનોર ઓપરેશન કરવુ પડશે અને તેનો ખર્ચ દોઢેક લાખ થશે તેવુ કહ્યુ હતુ અને ઓપરેશન કર્યુ હતુ. પરંતુ તેનાપછીયે તેમની માતાની તબીયત સારી ના થતા કાંઇ બોલાતા ન હતા. આ અંગે તા.4ના રોજ ડોકટરને મળીને પૂછતા તેઓએ કહ્યુ કે, તેમના માતાની સ્થિતિ ક્રિટીકલ છે અને હાલ તેઓ બેઇન ડેડ હાલતમાં છે. બચવાની શકયતા ઓછી છે.
મહિલા દર્દીનું લોહી પાતળું કરવા ઇન્જેક્શન અપાયું : ડો.મકવાણા
જૂનાગઢ આયુષ હોસ્પિટલના ડો.મિલન મકવાણાએ જણાવ્યુ હતુ કે, રાત્રે 1ર વાગ્યે હાર્ટએટેક સાથે આ દર્દી આવ્યા હતા અને જેના રિલેટીવને સમજાવીને જીવ બચાવવા માટે લોહી પાતળુ કરવાનું દર્દીને ઇન્જેકશન અપાયુ હતુ. આ ઇન્જેકશનને કારણે બે ટકા દર્દીઓમાં મગજમાં લોહીસ્ત્રાવ થઇ શકે છે જે સમજાવવામાં આવ્યુ હતુ. આ દર્દીને બીજા દિવસે (12 કલાક પછી) મગજમાં લોહીનો સ્ત્રાવ થતા દર્દીની સ્થિતિ ગંભીર બની હતી જે માટે ન્યુરોસર્જન દ્વારા રિલેટીવને સમજાવીને ઓપરેશન કરવામાં આવ્યુ હતુ પરંતુ દર્દીને મગજમાં લોહીનો સ્ત્રાવ બંધ થયો ન હતો અને દર્દીની સ્થિતિ વધુ ગંભીર થઇ હતી. દર્દીના સગાને માવનતાના ધોરણે બીલમાં ડિસ્કાઉન્ટની વાત કરી હતી જેને ખોટી રીતે રજૂ કરે છે. દર્દીના સગા બીજા દર્દીને અને તેમના સગાને પણઉશ્કેરે છે અને સારવારમાં અડચણરૂણ બને છે તપાસ વિના કેપુરતા જ્ઞાન વિના અધુરી રજૂઆત સાંભળીને નિર્ણય ના લેવો.
- Advertisement -
જૂનાગઢ આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.ચિરાગ માકડીયાનું નિવેદન
આયુષ હોસ્પિટલના મેડીકલ ડાયરેકટર ડો.ચિરાગ માકડિયાએ સૌ-પ્રથમ હાર્ટની સારવાર માટે દર્દીને સ્પેટોકઇનેશ ઇન્જેકશન અપાયુ હતુ. પરંતુ અમુક કિસ્સાઓમાં દર્દીની મેડીકલ સ્થિતિ અને ઉમરના લીધે ઇન્જેકશનની આડ અસર થતી હોય છે. તેવુ આ કિસ્સામાં પણ થયુ અને દર્દીને મગજ ઉપર અસર થયેલ અને હેમરેજ થતા બ્લીડીંગ થવા લાગ્યુ હતુ. જેથી બ્લડીંગ અટકાવવા મજગનું ઓપરેશન કરવુ જરૂરી હતુ અને પરિવારને જાણ કરીને ઓપરેશન કર્યુ અને દર્દી હાલ બ્રેઇન ડેડ સ્થિતિમાંછે હાલ તેમની ન્યુરો સર્જન અને કાર્ડીયાક સર્જન દ્વારા સારાવર ચાલી રહી છે.



