સાત વર્ષીય બાળકી બીજા માળેથી પટકાતા પરિવારે માનતા રાખી હતી
ખાસ-ખબર સંવાદદાતા
કેનેડામાં બેમાળ પરથી પટકાયેલી સાત વર્ષીય બાળકીના મગજનાં બે ઓપરેશન થયા બાદ દિકરી સ્વસ્થ થઈ જતાં પરિવાર દ્વારકા માનતા પુરી કરવા આવ્યો હતો. ભગવાન દ્વારકાધીશજીમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા પરીવારે પુત્રી સ્વસ્થ થતા 52 કિ.મી. પગપાળા ચાલી દર્શનની માનતા રાખી હતી જે આસ્થાળુ પરીવારે હેમખેમ પુર્ણ કરી છે. મુળ સુરતનાં અને હાલ કેનેડામાં સ્થાયી કેવિનભાઈની પુત્રી જેસલીન દોઢ વર્ષ પુર્વે બીજા માળેથી નીચે પટકાઇ પડતા ગંભીર ઇજાઓ પહોચી હતી.
આ આખી ઘટના વિશે કેવીનભાઇએ જણાવ્યુ હતુ કે, સાડા ચાર વર્ષ પુર્વે 52 ગજાની ધજાનુ આરોહણ કર્યુ હતુ. એટલે મે માનતા કરી કે દિકરી સાજી થઇ જાય તો હું ખંભાળિયાથી દ્વારકા 52 કિલોમીટર પગપાળા ચાલી ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરવા જઈશ. થોડા જ દિવસોમાં દીકરી જેસલીન પહેલા હતી તેવી જ તંદુરસ્ત થઈ જતા અમો 52 કિલોમીટર પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છીએ.