યુરોપના દેશોના નકલી સ્ટીકરો બનાવી દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો; આરોપીની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરતમાં PCB અને SOG ની સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે. પોલીસને તેની પાસેથી 5 વિઝા સ્ટીકર મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો. આરોપી પ્રતિક શાહ સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે અને 2017થી અત્યાર સુધીમાં તેના પર કુલ 12 ગુના દાખલ થયેલા છે. ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ 15,000 ઉઘરાવતો હતો.
સુરત શહેર જઘૠ અને ઙઈઇની ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરીને પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી UK, CANADA, EUROPE, SERBIA, MACEDONIA જેવા વિવિધ દેશોના ડુપ્લીકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. પોલીસે આરોપીના ઘરમાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવવાનું સેટઅપ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે.
જઘૠ ઙઈં એ.પી.ચૌધરી અને ઙઈઇ ઙઈં આર.એસ.સુવેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાંદેર વિસ્તારમાં સમોર રેસીડન્સી, ફ્લેટ નંબર 202, શ્રીજીનગરી સોસાયટી નજીક, ઝઘડીયા ચોકડી ખાતે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પ્રતિક શાહને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રતિક શાહ એક રીઢો ગુનેગાર છે અને તેના પર અગાઉ પણ વિઝા સંબંધિત કૌભાંડોમાં ગુનાઓ નોંધાયેલા છે. તેના વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં 9, વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનમાં 1, ઈંૠઈં એરપોર્ટમાં 2 ગુના નોંધાયેલા છે.
અગાઉ 7 દિવસ પહેલાં સ્ટેટ મોનીટરીંગ સેલે વેલંજા વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ચાલતી નકલી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 12 ગ્રામ જેટલું તૈયાર ડ્રગ્સ તેમજ મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવા માટે વપરાતું કેમિકલ મટીરીયલ પણ જપ્ત
કર્યું હતું.
- Advertisement -
યુરોપના દેશના હોલમાર્કવાળા પેપર જપ્ત
પોલીસે આરોપીના ઘરેથી કુલ 1,30,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં અલગ-અલગ દેશના વિઝા સ્ટીકર-5, અલગ-અલગ દેશના વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ-8, ચેક રીપબ્લીક દેશનો સ્ટેમ્પ સિક્કો-1, પેપર કટર-2, ઞટ લેઝર ટોર્ચ-2, એમ્બોઝ મશીન-1,કોર્નર કટર મશીન-2, સ્કેલ-1, અલગ-અલગ ઈન્કની બોટલ-9, યુરોપ દેશના હોલમાર્કવાળા મોટા પેપર-46, કેનેડા દેશના હોલમાર્કવાળા મોટા પેપર-73, યુરોપ દેશના હોલમાર્કવાળા નાના પેપર-107, મેસેડોનિયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર-172, સર્બીયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર-243, ઞઊં દેશના હોલમાર્કવાળા મોટા પેપર-42, મોબાઈલ ફોન-5 (કિંમત 50,000), કલર પ્રિન્ટર: 2 (કિંમત 30,000),ઇંઙ કંપનીનું લેપટોપ: 1 (કિંમત 50,000) છે.
પ્રતિક શાહ એક વિઝાના 15,000 લેતો
આરોપી પ્રતિક શાહ વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓને વિઝા અપાવવાના બહાને અન્ય ટ્રાવેલીંગ એજન્સીઓ સાથે મળીને મોટી રકમ પડાવતો હતો. તે અહશબફબફ.ભજ્ઞળ જેવી ચાઇનીઝ એપ્લિકેશન પરથી વિવિધ દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો હતો. આ પછી, તે પોતાના લેપટોપમાં ઈજ્ઞયિહઉફિૂ સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિઝાના ફોર્મેટમાં એડિટિંગ કરીને નકલી વિઝા બનાવતો હતો. તે એક વિઝા દીઠ 15,000 રૂપિયા
મેળવતો હતો.