ગુજરાત બહારથી આવતી નકલી દવાની તપાસ માટે SOP તૈયાર કરશે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
દવાની ચકાસણી માટે 3 નવી ટેસ્ટિંગ લેબ શરૂ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
તાજેતરમાં રાજ્યમાં કેટલીક સ્થળે નકલી તેમજ બનાવટી દવાઓ રાજ્ય બહારમાંથી પ્રવેશતી હોય અને વેચાણ થતું હોવાનું રાજ્ય સરકારને ધ્યાને આવ્યું છે. રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ ચકાસણી કરીને આવા તત્વો સામે કાર્યવાહી પણ કરી છે. જેને વધુ સઘન અને સખ્ત બનાવવા માટે ગુજરાતમાં રાજ્ય બહારથી આવતી દવાઓની ચકાસણી અર્થે સરકાર દ્વારા જઘઙ તૈયાર કરવામાં આવશે તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. આ ઉપરાંત જઘઙ અમલીકરણ સાથે ડુપ્લીકેટ/નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહેશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.
રાજ્યનું ખોરાક તથા ઔષધ નિયામક તંત્ર અને કેન્દ્રા સરકારનું ઈઉજઈઘ દવા વ્યવસાયમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સામે સતત મોનીટરીંગ કરે છે.જેથી રાજ્યના નાગરીકોના જાહેર આરોગ્ય સાથે લેભાગુ તત્વો દ્વારા દવાના ઉત્પાદન અને વેચાણમાં ગેરરીતી કરીને લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે નહી. છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ અને કોસ્મેટીક બનાવટો અટકાવવા માટે દરોડા પાડીને આશરે 6 કરોડથી વધુની દવાઓ અને કોસ્મેટીક બનાવટો જપ્ત કરવામાં આવી છે. જેમાં આશરે 75 વ્યક્તિ કે પેઢીઓ સંડોવાયેલી જોવા મળી હતી. જેની સામે કાર્યવાહી કરાઇ છે. જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં આવી બનાવટી દવાના ખરીદ વેચાણ સંગ્રહના માન્ય પરવાના ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓનો સમુહ જોડાયેલા હોય છે તથા તપાસમાં એ પણ જાણવા મળ્યુ છે કે મોટાભાગના કિસ્સાઓમાં બનાવટી દવાઓ રાજ્ય બહારથી આવતી હોય છે.
SOPની મુખ્ય બાબતો
પરપ્રાંતીય દવાઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું
દવા વહન કરનાર ટ્રાન્સપોર્ટરોની નોંધણી કરવી
કેમીસ્ટ/હોલસેલર દંડનીય પ્રવૃત્તિમાં ઝડપાય તો પરવાના રદ કરવા
ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાનું કડક પાલન કરવું
મોંઘી અને Fast Moving દવાઓ પર ઘનિષ્ઠ મોનીટરીંગ
- Advertisement -
હાલ રાજ્યમાં વડોદરામાં જ એક લેબોરેટરી છે
રાજ્યમાં 5000 કરતાં વધારે દવાના ઉત્પાદક અને 55000 કરતાં વધારે રિટેલ/હોલસેલ દુકાન લાયસન્સ સાથે કાર્યરત છે. રાજ્યમાં નકલી દવાઓ આવતી અટકે અને આવે તો તુરંત પકડી શકાય તેના માટે રાજ્ય સરકાર વડોદરાની હાલની કાર્યરત એન.એ.બી.એલ. પ્રમાણીત લેબોરીટરી ઉપરાંત નવી 3 ટેસ્ટીંગ લેબ શરૂ કરવા જઈ રહી છે. તથા સ્થળ પર જ ટેસ્ટીંગ કરવા અત્યાધુનિક હેન્ડ હેલ્ડ ડિવાઇસ (રમણ સ્પેક્ટ્રોમીટર વીથ એડવાન્સે ટેકનોલોજી)ના 10 સેટ પણ ખરીદવામાં આવશે. નકલી દવા પકડવા ફ્લાઈંગ સ્કોડની રચના કરવામાં આવી છે.