આગ્રાના દવા માફિયા નકલી દવા તૈયાર કરી નેપાળ, બાંગ્લાદેશ સહિત 12 દેશોમાં સપ્લાય કરતા હતા
સ્પેશિયલ ટાસ્ફ ફોર્સ (એસટીએફ) અને દવા વિભાગની ટીમે 3.37 કરોડ રૂપિયાની નકલી દવા જપ્ત કરી
- Advertisement -
નકલી દવા સિંડિકેટનો પર્દાફાશ થયા પછી અનેક તથ્યો સામે આવ્યા છે. લાંચના એક કરોડ રૂપિયાની સાથે એસટીએફ દ્વારા ધરપકડ કરાયેલા દવાના વેપારી હિમાંશુ અગ્રવાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે નકલી દવાની સિંડિકેટ ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી છે. દક્ષિણના એક મોટા દવા માફિયાની સાથે મળી આગ્રાના દવા માફિયા નકલી દવા તૈયાર કરી નેપાળ, બાંગ્લાદેશ સહિત 12 દેશોમાં સપ્લાય કરી રહ્યાં હતાં. શુક્રવાર રાતે લખનઉની કંપનીના નામે 10 લાખના બિલ પર પુડુચેરીની કંપનીનું 87 લાખ રૂપિયાની નકલી દવાઓ મોકલવામાં આવી હતી. સ્પેશિયલ ટાસ્ફ ફોર્સ (એસટીએફ) અને દવા વિભાગની ટીમે 3.37 કરોડ રૂપિયાની નકલી દવા જપ્ત કરી છે.
હિમાંશુ અગ્રવાલ બેગમાં 500-500 રૂપિયાની નોટોના બંડલ ભરેલી ત્રણ બેગ લઇને બાઇકથી આવી પહોંચ્યો હતો. ટીમે તે જ સમયે તેની ધરપકડ કરી લીધી હતી. મોડી રાત સુધી મશીનથી નોટોની ગણતરી ચાલુ રહી હતી.
દક્ષિણના દવા માફિયા રાજા સિંહની સાથે મળી નકલી દવાનો ગેરકાયદે ધંધો કરવાની આશંકા છે. આ દવાઓને ચેન્નાઇથી ટ્રેન દ્વારા આગ્રા સપ્લાય કરવામાં આવે છે. સીલ કરવામાં આવેલ હે મા મેડિકો, બંસલ મેડિકલ અને તેના ગોડાઉનોમાં કરોડોની દવા છે અને અનેક દિવસો સુધી કાર્યવાહી ચાલી શકે છે. એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર 2022માં ગુજરાતમાં પકડાયેલા હવાલા નેટવર્કમાં હિમાંશુનું નામ સામે આવ્યું હતું. આવકવેરા વિભાગની ટીમ પણ તપાસ કરી રહી છે.
- Advertisement -
કમલા નગર રહેવાસી હિમાંશુ અગ્રવાલની કંપની હે મા મેડિકોનું ટર્નઓવર 450 કરોડ રૂપિયા છે. મુબારક મહલમાં દુકાન છે અને મોટી કટરામાં અનેક ગોડૌઉન છે. આ ગોડાઉનમાં કરોડો રૂપિયાની દવાઓનો સ્ટોક છે. જ્યારે 15 વર્ષ પહેલા મુબારક મહલમાં નાની દુકાન હતી. ગોગિયા માર્કેટ સ્થિત બંસલ મેડિકલનું 350 કરોડનું ટર્નઓવર છે. દુકાન એટલી નાની છે તેમાં કરોડોની દવા આવી શકે તેમ નથી. મુખ્ય માર્ગ પર એક મોટું ગોડાઉન છે.




