ઉનાની મેઈન બજારમાં આવેલી જય ગોપાલ કરિયાણા સ્ટોર પર LCBએ દરોડો પાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
ગીર સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ઉના શહેરમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઉનાની મેઈન બજારમાં આવેલી જય ગોપાલ કરિયાણા સ્ટોર પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી 132 કિલો માખણ અને 78 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. વિભાગની ટીમે સ્થળ પર પહોંચી શંકાસ્પદ માલનાં સેમ્પલ લીધા હતા. ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જ્યારે માખણનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મિલન ગોરખીયા વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ઉના વિસ્તારમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.