1લી ઓકટોબરથી અમલ શરૂ કરવા સેબીની જાહેરાત
શેરબજારમાં ઈન્વેસ્ટરો સાથે છેતરપીંડી-ઠગાઈ રોકવા માટે સેબી દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સુરક્ષીત ગણાતા યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમ ફરજીયાત કરાયું છે. સેબી દ્વારા રજીસ્ટર્ડ બ્રોકરે માટે પોતાના કલાયન્ટ પાસેથી નાણાં મેળવવા ખાસ યુપીઆઈ આઈડી જારી કરશે નવી સીસ્ટમ હેઠળ ઈન્વેસ્ટરો વિશ્વસનીય બ્રોકરેજ હાઉસો-બ્રોકરોની ઓળખ મેળવી શકશે.
સેબીના પ્રમુખ તૂરીનકાંત પાંડેયએ કહ્યું યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમ 1 ઓકટોબર 2025 થી લાગુ થશે જેનાથી નાણાકીય લેવડદેવડ સુરક્ષીત બનશે. ‘સેબીચેક’ હેઠળ ઈન્વેસ્ટરો કયુઆર કોડ સ્કેન કરીને અથયા મેન્યુઅલી રીતે યુપીઆઈ આઈડી અથવા રજીસ્ટર્ડ બ્રોકરનાં ખાતા નંબર તથા આઈએફએસસી કોડના આધારે પેમેન્ટ યોગ્ય સ્થળે થાય છે કે કેમ તેની ઓળખ મેળવી શકશે.
- Advertisement -
ઈન્વેસ્ટરો પોતાના પૈસા યોગ્ય જગ્યાએ અને રજીસ્ટર્ડ બ્રોકરને જ આપી રહ્યા છે. તેની સાબીતી મળી શકશે. રોકાણકાર રજીસ્ટર્ડ કંપની-બ્રોકરને નાણાં મોકલશે ત્યારે લીલા કવરના અંગુઠા (થમ્પઅપ)નું નિશાન પણ જોવા મળશે. આ નિશાન ન આવે તો નાણા અન્યત્ર ટ્રાન્સફર થઈ રહ્યાનાં સંકેત મળી જશે. સેબીએ યુપીઆઈ મારફત થતી નાણાકીય લેવડદેવડ માટે પાંચ લાખની મર્યાદા નકકી કરી છે.નેશનલ પેમેન્ટ કોર્પોરેશન સાથે વિચારવિમર્શ કરીને તેની સમીક્ષા કરવામાં આવશે.
સેબીએ વર્ષ 2019માં પ્રથમ વખત શેરમાર્કેટમાં પેમેન્ટ માટે યુપીઆઈના ઉપયોગની શરૂઆત કરી હતી. હાલ યુપીઆઈ મારફત શેરબજારમાં બે લાખના પેમેન્ટની મર્યાદા બે લાખ છે.