નવાબ મલિકનું અંડરવર્લ્ડ કનેક્શન, મુંબઈ બ્લાસ્ટના આરોપીઓ પાસેથી સસ્તામાં જમીન ખરીદી હોવાનો ફડણવીસનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
ડ્રગ્સ મામલે NCB અને NCPની શરુ થયેલી લડાઈ હવે BJP સુધી પહોંચી ગઈ છે. એક ડ્રગ પેડલર સાથે પત્નીનું નામ જોડવાથી નાખુશ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને NCP નેતા નવાબ મલિક પર ગંભીર આરોપો લગાવ્યાં. તેમણે કહ્યું કે મલિકની કંપનીએ તે લોકો પાસેથી જમીન ખરીદી છે કે જે 1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી છે. તે જમીન દાઉદ ઈબ્રાહિમથી જોડાયેલી છે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/DmKl4SH2Xmd2gWl1NLEzor
ફડણવીસે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે નવાબ મલિકના અંડરવર્લ્ડથી સંબંધો છે અને દિવાળી બાદ તેઓ બોમ્બ ફોડશે (ઘટસ્ફોટ કરશે). થોડા સમય બાદ નવાબ મલિકે પણ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ફડણવીસના આરોપોનો જવાબ આપી શકે છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
- Advertisement -
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link 


