હવે ઘરે બેઠાં લર્નિંગ લાયસન્સની આપી શકશો પરીક્ષા : રાજ્યમાં પ્રથમ દિવસે 425 અરજી મળી
15 પ્રશ્ર્નોમાંથી 9 ગુણ મેળવનાર પાસ, નાપાસ થાય તો રીટેસ્ટ ફી ભરી 24 કલાકમાં પરીક્ષા આપી શકાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
સમગ્ર ગુજરાતમાં 7 જુલાઇને સોમવારથી ફેસલેસ લર્નિંગ લાયસન્સનો સફળતાપૂર્વક વિવિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. લર્નિંગ લાયસન્સ માટે યોજાતી પરીક્ષામાં ઘખછ પદ્ધતિથી જવાબ આપવાના રહે છે. જેમાં 15 પ્રશ્નોમાંથી 9 ગુણ મેળવનાર પાસ ગણવામાં આવે છે. જો કોઈ નાપાસ થાય તો રીટેસ્ટ ફી ભરી ફીરથી 24 કલાકમાં પરીક્ષા આપી શકે છે. ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં પરીક્ષા લેવામાં આવતી હતી. આ પરીક્ષા આપવા માટે લાયસન્સ મેળવવા ઇચ્છુક વ્યક્તિએ ફોર્મ ભરીને છઝઘ કચેરીમાં પરીક્ષા આપવા જવાનું થતું હતું. થોડાં સમય પહેલાં આ કામગીરી ઈંઝઈં મારફતે શરૂ કરવામાં આવી હતી. કોમ્પ્યુટર પર લેવાતી આ પરીક્ષામાં 15 પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમાંથી 11 ગુણ મેળવનારને પાસ ગણવામાં આવતા હતા, પરંતુ થોડાં સમય પહેલાં જ ગુજરાત રાજય વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા તેમાં સુધારો કરીને હવે 9 ગુણ મેળવનારને પાસ ગણવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા ફેસલેસ લર્નિંગ લાયસન્સ આપવાના નિર્ણયને મે મહિનામાં મંજુર કર્યો હતો. આ મંજુરી બાદ ટેકનિકલ કારણોસર આ પદ્ધતિ ચાલુ થઇ શકી નથી. તમામ ટેકનિકલ ક્ષતિઓને દૂરગ્રસ્ત કરીને તેનો વિધિવત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટમાં પ્રથમ દિવસે એકપણ અરજી મળી ન હોવાનું આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યુ હતુ.
અરજદાર નાપાસ થાય તો 24 કલાક બાદ ફરી પરીક્ષા આપી શકશે
અરજદારે સ્માર્ટ લોક એપ્લિકેશન ડાઉનલોડ કરી અરજી ક્રમાંક, જન્મ તારીખ અને મેસેજમાં મળેલો પાસવર્ડ દાખલ કરી પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા બાદ અરજદારે મેસેજમાં મળેલી લિંક પરથી શિખાઉ લાયસન્સ મેળવી લેવાનું રહેશે. જો અરજદાર નાપાસ થાય તો રિ-ટેસ્ટ ફી ભરી ફરીથી 24 કલાક પછી પરીક્ષા આપવાની રહશે.
- Advertisement -
ફેસલેસ લર્નિંગ લાઇસન્સની અરજી આ રીતે કરી શકાય
અરજદારે સૌ પ્રથમwww.parivahan.gov.in પોર્ટલ ઓપન કરવું
ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરી ડ્રાઈવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ સિલેક્ટ કરવું.
ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરવું.
લર્નિંગ લાયસન્સ પર ક્લિક કરી એપ્લાય ફોર ન્યૂ લર્નિંગ લાયસન્સ સિલેક્ટ કરવું, તેમજ કેટેગરી (આપને લાગુ પડતી) પસંદ કરવી.
અરજદારે RTO/ARTO સિલેક્ટ કરવું (ફેસલેસ એપ્લિકેશન માટે).
અરજદારે આધાર નંબર અને આધાર સાથે રજિસ્ટર મોબાઈલ નંબર પર આવેલો OTP નાખવો.
અરજદારે ઓપન થયેલા એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરવી, ઈજ્ઞદ સિલેક્ટ કરવું તથા ઋજ્ઞળિ1 (સેલ્ફ ડિકલેરેશન) કર્યા બાદ સબમિટ બટન દબાવવું.
ત્યાર બાદ એપ્લિકેશન નંબર જનરેટ થશે
એપ્લિકેશન નંબર જનરેટ થયા બાદ આ પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે.
Step 1: અરજદાર વિગતો ભરો
Step 2: દસ્તાવેજ અપલોડ કરો
Step 3: ફોટો અને સહી અપલોડ કરો
Step 4: ફી ચુકવણી
Step 5: સ્લોટ બુક કરો
ફી પેમેન્ટ પૂર્ણ કર્યા બાદ – એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરવું.
અરજદારે એપ્લિકેશન નંબર નાખી OTP જનરેટ કરી ત્યારબાદ Road Safety Tutorial પર ક્લિક કરી ઓપન થયેલો વીડિયો સંપૂર્ણ જોવાનો રહેશે.