પ્રભાસ સોશિયલ મીડિયા પર્સનલ લાઈફની કોઈ અપડેટ શેર કરતા નથી. આ તમામ બાબતો વચ્ચે જાણવા મળ્યું છે કે, પ્રભાસનું ફેસબુક પેજ હેક થઈ ગયું છે. અભિનેતાએ ખુદ આ વાતની જાણકારી આપી છે.
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની દેશ વિદેશમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. પ્રભાસ સોશિયલ મીડિયા પર વધુ એક્ટીવ રહેતા નથી, તેઓ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર માત્ર અપકમિંગ ફિલ્મો વિશે અપડેટ શેર કરે છે. પ્રભાસ સોશિયલ મીડિયા પર્સનલ લાઈફની કોઈ અપડેટ શેર કરતા નથી. આ તમામ બાબતો વચ્ચે જાણવા મળ્યું છે કે, પ્રભાસનું ફેસબુક પેજ હેક થઈ ગયું છે. અભિનેતાએ ખુદ આ વાતની જાણકારી આપી છે.
- Advertisement -
પ્રભાસના ફેસબુક પેજ પરથી બે વિડીયો વાયરલ
પ્રભાસના ફેસબુક પેજ પરથી બે વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા. પ્રભાસના ફેસબુક પેજ પરથી હેકર્સે ‘અનલકી હ્યુમન’ અને ‘બોલ ફેલ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ’ ટાઈટલ સાથે બે વિડીયો વાયરલ કર્યા હતા. ત્યારપથી પ્રભાસે પુષ્ટી કરી હતી કે, તેમના પેજ સાથે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ કરવામાં આવ્યું છે. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, ‘નમસ્કાર, મારા ફેસબુક પેજ સાથે સાથે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ કરવામાં આવ્યું છે. તેને સોલ્વ કરવામાં આવી રહ્યું છે.’
Hello Everyone,
My Facebook Page Has Been Hacked. The Team is Sorting this Out.
- Advertisement -
~ #Prabhas Via Instagram pic.twitter.com/8n1yeABIDT
— Hail Prabhas (@HailPrabhas007) July 27, 2023
એકાઉન્ટ રિટ્રીવ
પ્રભાસના ફેન્સને કંઈક ગરબડીનો શક થયો. ફેન્સે આ સમગ્ર મામલો પ્રભાસની સોશિયલ મીડિયા ટીમ સામે ઉઠાવ્યો. હેકિંગ વિશે જાણ થતા પ્રભાસની ટીમ હરકતમાં આવી અને તાત્કાલિક એક્શન લેતા ઓફિશિયલ એકાઉન્ટ રિટ્રીવ કર્યું. પ્રભાસના ફેસબુક પેજ પર 24 મિલિયનથી વધુ ફોલોએર્સ છે, જ્યારે પ્રભાસ માત્ર એસ.એસ.રાજામૌલીને ફોલો કરે છે.
પ્રભાસ વર્કફ્રન્ટ
પ્રભાસ એક્શન-થ્રિલર સાલાર પાર્ટ 1: સીઝફાયરમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે. પ્રશાંત નીલે યશ સ્ટારર બ્લોકબસ્ટર ‘કેજીએફ સીરિઝ’નું ડાયરેક્શન કર્યું છે. ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે, ‘સાલાર’ પણ ‘કેજીએફ યૂનિવર્સ’નો એક ભાગ છે. શ્રુતિ હાસન અને પૃથ્વીરાજ સુકુમારન અભિનીત આ એક્શન ફિલ્મ 28 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.