સોશિયલ મીડિયા અંગે સરકારનું કડક વલણ
રવિશંકર પ્રસાદ અને થરુરના એકાઉન્ટ લોક કરવા અંગે ટ્વિટર પાસે જવાબ માગવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંગે સંસદની કાયમી સમિતિએ ફેસબુક અને ગૂગલના અધિકારીઓ સાથે મંગળવારે બેઠક કરી હતી. સમિતિએ આ કંપનીને કહ્યું કે તેમને નવા ઈંઝ નિયમો અને દેશના કાયદા માનવા પડશે. કંપનીઓ ડેટા સિક્યુરિટી અને પ્રાઈવેસીના નિયમોનું કડક પાલન કરે. તાજેતરમાં લાગૂ થયેલા ઈંઝ નિયમો અંગે સરકાર તથા સોશિયલ મીડિયા કંપનીઓના વિવાદ બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને સાંસદ શશિ થરુરનું એકાઉન્ટ લોક કરવા અંગે ટ્વિટરને 2 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ટ્વિટરને પૂછવામાં આવ્યું કે આ નિર્ણય કયાં આધાર પર લેવામાં આવ્યો. આ અંગે કમિટીએ સચિવાલયને પત્ર મોકલવા આદેશ કર્યો છે. આ પત્ર મંગળવારે જ મોકલવામાં આવી શકે છે. હવે જો ટ્વિટર પાસેથી યોગ્ય જવાબ નહીં મળે તો કંપનીના અધિકારીઓને આ અંગે સમન્સ પાઠવવામાં આવી શકે છે.