અતિભારે તાપમાન એરલાઇન્સને પણ અસર કરી રહ્યું છે. યુ.એસ.માં એરલાઇન્સના સરળ સંચાલન માટે એરલાઇન્સને ઇંધણ અથવા સામાન ઘટાડવા અને મુસાફરોની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે.
એલિગેંટ ટ્રાવેલના એકમ, એલિગેંટ એરલાઇન્સે જણાવ્યું હતું કે, જો મુસાફરોની સલામતી જોખમમાં હોય તો તે ફ્લાઇટ્સ મોડી ચલાવશે, કારણ કે યુએસ સાઉથવેસ્ટમાં તાપમાન રેકોર્ડ ની ઉંચી સપાટીએ પહોંચી રહ્યું છે.
- Advertisement -
નેશનલ વેધર સર્વિસના ડેટા અનુસાર લાસ વેગાસ માટે ભારે ગરમીની ચેતવણી રવિવાર સુધી લંબાવવામાં આવી છે. 30 જૂનથી આ વિસ્તારમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું છે. નિષ્ણાતોના મતે, અત્યંતિક તાપમાન હવાને ઓછી ગાઢ બનાવે છે. આથી એન્જિનની કામગીરીની શક્તિમાં ઘટાડો થાય છે.
જ્યારે વિમાનો ગેટ પર હોય છે (એ વિસ્તાર જ્યાં મુસાફરો પ્લેનમાં ચઢે છે) તેઓને ઠંડુ રાખવા માટે તેઓ બાહ્ય ઠંડક એકમો સાથે જોડાયેલા હોય છે, પરંતુ વધુ પડતી ગરમી તેમની યોગ્ય રીતે કાર્ય કરવાની ક્ષમતાને નષ્ટ કરી શકે છે.
એકવાર તેઓ ગેટ છોડી દે છે, મોટાભાગના કિસ્સાઓમાં એન્જિનમાં ખેંચાયેલી હવાને ઠંડુ કરવામાં આવે છે અને પછી કેબિનમાં ફરી પરિભ્રમણ કરવામાં આવે છે. અમેરિકન એરલાઇન્સે કહ્યું કે તે વિમાનો સાથે જોડાયેલા જેટ પરની હવા ઠંડી રહે તે સુનિશ્ચિત કરવા પગલાં લઈ રહી છે.
- Advertisement -