સુરેન્દ્રનગરમાં વ્યાજખોરનો આતંક
વ્યાજખોરે પીડિત યુવાનના ઘરે જઈ તોડફોડ કરી પરિવારને ધમકી આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે તેવામાં ફરી એક વખત વ્યાજચક્રમાં ફસાયેલ યુવાનના ઘરે તોડફોડ અને પરિવારને ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર શહેરના જવાહર ગ્રાઉન્ડ ખાતે રહેતા વિશાલ મયુરભાઈ રાવલે અગાઉ વર્ષ 2020માં આર્થિકભીંસમાં હોવાથી મિત્ર જય ઉર્ફે કાનો દિલીપભાઈ પોયલા પાસેથી કુલ 4.50 લાખ રૂપિયા લીધા હતા જેનું વ્યાજ સહિત કુલ 5.50 લાખ રૂપિયા પાર્ટ પણ આપી દૂધ હતા છતાં મિત્ર વ્યાજખોર દ્વારા હજુય 22 લાખ રૂપિયાની ઉઘરાણી કરી વારંવાર ફોન કરી માનસિક ત્રાસ દેતો હોય અને ગત રાત્રીના સમયે વ્યાજખોર ઘર સુધી આવી જઈ ઘરના દરવાજામાં તોડફોડ કરી નુકશાન પહોંચાડી પીડિત યુવાનના પરિવારને પણ ધમકી આપી હતી જે અંગે પીડિત યુવાને વ્યાજખોર સામે પોલીસ મથકે ગુન્હો નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.