રાજકોટના ટ્રસ્ટના નામે ધારીમાં બોગસ કોલેજ શરૂ કરવા મામલે કાયદાકીય સમિતિ રચાશે
અધ્યાપકોની નિમણુંક ફરજિયાત: દરેક સંસ્થાઓએ NAAC એક્રેડિટેશન ફરજીયાત મેળવવાનું રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળેલી એકેડમીક કાઉન્સિલની બેઠકમાં સૌથી મોટો નિર્ણય એક્સ્ટર્નલ અભ્યાસક્રમ શરૂ કરવા માટેનો લેવાયો હતો. એકેડેમિક ઓફિસર ચંદ્રેશ કાનાબાર અને પરીક્ષા વિભાગના ઘજઉ નિલેશ સોનીની ગેરસમજણનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા અને તેથી દર વર્ષે ઓગસ્ટ માસમાં શરૂ થઈ જતી એક્સટર્નલ અભ્યાસક્રમની પ્રક્રિયા હવે ડિસેમ્બર માસમાં શરૂ થશે. જેથી, વિદ્યાર્થીઓનું ભણતર બગડશે. આ ઉપરાંત નવા વર્ષથી ખાનગી કોલેજ માટે ફાયર ગઘઈ અને બિલ્ડીંગ યુઝ પરમિશન તેમજ શૈક્ષણિક માન્યતા ધરાવતા પૂરતા અધ્યાપકો ફરજિયાત છે. નવા કોર્સ કે નવી કોલેજની મંજૂરી આપતી લોકલ ઇન્કવાયરી કમિટીનો રિપોર્ટ રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ મંજૂર કરશે તો જ છે તે કોલેજને નવું જોડાણ અથવા નવો કોર્સ મળશે. આ દરમિયાન રાજકોટના ટ્રસ્ટના નામે ધારીમાં બોગસ કોલેજ શરૂ કરવાનો મામલો રાજ્યના શિક્ષણ વિભાગ સમક્ષ પહોંચ્યા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને રેલો આવતા આજની એકેડેમીક કાઉન્સિલની બેઠકમાં આ બાબતે કાયદાકીય સમિતિની રચના કરી પગલાં લેવાનો નિર્ણય થયો હતો તો એકેડેમીક કાઉન્સિલમાં 142માંથી 80 સભ્યોની જ નિમણુક થઈ છે અને 60 જેટલાં સભ્યોની નિમણુક બાકી છે અને તેમાં SC, ST, OBCના સભ્યોની નિમણૂક બાકી હોવાથી વિવાદ થયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એકેડેમિક કાઉન્સિલની બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે મળી હતી.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ક્ધવેશનલ યુનિવર્સિટીઓ માટેના નવા એક્ટ અને સ્ટેચ્યુટ અમલમાં આવ્યા પછીની આ પ્રથમ જઈ બેઠક મળેલ હતી. જેમાં કુલ 517 બાબતો સાથેની આ જઈમાં જોડાણ વિભાગ, એકેડેમિક વિભાગ, પરીક્ષા વિભાગને લગતી અગત્યની બાબતો વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જેમાં કોલેજોના નવા, કાયમી,ચાલુ, વધારાના જોડાણ માટે તેમજ એકેડેમિક બાબતો પરત્વે કુલપતિ દ્વારા આપવામાં આવેલ બહાલી અને અન્ય વિચારણાની બાબતો પર સભ્યો દ્વારા ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. જેમાં 13 બાબતો માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટને ભલામણ કરવા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ હતું. જેમાં જો કાઉન્સિલનો અભ્યાસક્રમ હોય તો કાઉન્સિલની માન્યતા મેળવવાની રહેશે. દરેક સંલગ્ન સંસ્થાઓમાં માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની નિમણુક કરવી ફરજિયાત રહેશે. અન્યથા વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થી પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહિ. શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની યાદી સંસ્થાએ જોડાણ વિભાગમાં તા.31/03/2025 સુધીમાં રજુ કરવાની રહેશે. આ ઉપરાંત દરેક સંસ્થાઓએ તા.31 માર્ચ, 2025 સુધીમાં ફાયર એન.ઓ.સી.,બી.યુ.પી. સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ દરેક સંસ્થાઓએ ગઅઅઈ એક્રેડિટેશન ફરજીયાત મેળવવાનું રહેશે. સંલગ્ન કોલેજોમાં નવા જોડાણ તથા નવી કોલેજો શરુ કરવા માટે જે જોડાણની બાબત વિચારણામાં છે અને શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વિચારણા કરવાની થાય છે એવી દરખાસ્તોની બોર્ડ ઓફ ડીન્સ મારફત સ્ક્રુટીની કરી ત્યારબાદ જઈમાં રજુ કરવાની રહેશે. સંલગ્ન કોલેજોમાં નવા જોડાણ તથા નવી કોલેજોને શૈક્ષણિક વર્ષ 2022-23, 2023-24 તથા 2024-25 માટે માન.કુલપતિ દ્વારા બહાલીની અપેક્ષાએ ભલામણ કરવામાં આવેલ છે એવી કોલેજોને બહાલી આપવામાં આવી હતી. સરકારી કોલેજો સ્ટેચ્યુટ તથા સરકારના નોમ્ર્સ મુજબ સ્ટાફ, માળખાકીય સુવિધાઓ ધરાવતી હોય તો કાયમી જોડાણ આપવા કાર્યવાહી હાથ ધરવી.