-24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે
ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે આ મહિનાની 24 તારીખે ચૂંટણી યોજાશે. હવે ભાજપના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ.જય શંકરે 12-39એ વિજયમૂહુર્તમાં ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારી પત્ર ભર્યું છે.
- Advertisement -
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. ભાજપમાંથી હજી બે નામો અંગે સસ્પેન્સ યથાવત છે. બીજી તરફ કોંગ્રેસ આ ચૂંટણીમાં દાવેદારી નહીં નોંધાવે તેવું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું હતું.
Gujarat: EAM Jaishankar files nomination papers for upcoming Rajya Sabha polls
Read @ANI Story | https://t.co/vvUpErCz4J#Gujarat #Jaishankar #RajyaSabha pic.twitter.com/2tciBMZEq2
- Advertisement -
— ANI Digital (@ani_digital) July 10, 2023
13મી જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે.ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે.