ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન અંગે ફરી એકવખત મોટું નિવેદન આપ્યું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ચીન બોર્ડર કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. અને સ્પષ્ટ રીતે આ કરારને નજરઅંદાજ કરી રહ્યું છે. વિદેશ મંત્રી રવિવારે બ્રાઝીલમાં એક કોમ્યુનિટી પ્રોગ્રામને સંબોધિત કરી રહ્યા હતા.
- Advertisement -
જયશંકરે બ્રાઝીલના સાઓ પાઉલોમાં ભારતીય સમાજ સાથે વાતચીતમાં આ વાત કહી. તેમણે કહ્યું કે, સંબંધો ભરોસાની પાયા પર બને છે. એક-બીજાનું સન્માન જ સંબંધોને આગળ વધારે છે. કોઈ સંબંધોને મજબૂતી આપવા માટે એક-બીજાનું સન્માન જરૂરી હોય છે.
પરંતુ ચીન મુદ્દે આવું નથી. ચીને બોર્ડર પર સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે. ચીને બોર્ડર એરિયા અને ગલવાનમાં જે કર્યું તે સીમા કરારનું ઉલ્લંઘન છે.