અનુભવી વકીલો બારના વહીવટ, કોર્ટ સાથેના સંકલન અને સંસ્થાગત મુદ્દાઓમાં માર્ગદર્શક ભૂમિકા ભજવશે
યુવા ટીમ ટેકનોલોજી અને નવીન અભિગમ દ્વારા બારની કામગીરીને ઝડપી, સરળ અને પરિણામલક્ષી બનાવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ પ્રત્યે સીનીયર અને જુનીયર વકીલોનો ખુલ્લો ટેકો જોવા મળી રહ્યો છે. વકીલ સુરેશ ફળદુની આગેવાની હેઠળની સમરસ પેનલમાં વિશ્વાસ અને આશાનું પ્રતિક બની છે. સમરસ પેનલમાં ઉપપ્રમુખ પદે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે મેહુલ મેહતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદિપ વેકરીયા, ટ્રેઝરર પદે રેખાબેન લીંબાસીયા (પટેલ), લાઇબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી, કારોબારી સભ્ય (મહિલા અનામત) માટે હીરલબેન જોષી, અરૂણાબેન (અલ્કાબેન) પંડ્યા, મીતાબેન રાવ તેમજ કારોબારી સભ્ય પદે અમિત વેકરીયા, કશ્યપ ઠાકર, દીપ વ્યાસ, જતીન ઠક્કર, યશ ચોલેરા, કેતન જેઠવા અને રણજીત મકવાણા ઉમેદવારી નોંધાવી છે. આ પેનલમાં વર્ષોથી પ્રેક્ટિસ કરતા અનુભવી સીનીયર ધારાશાસ્ત્રીઓ અને નવી વિચારધારા ધરાવતા કાર્યક્ષમ યુવા વકીલો પળ છે. અનુભવી વકીલો બારના વહીવટ, કોર્ટ સાથેના સંકલન અને સંસ્થાગત મુદ્દાઓમાં માર્ગદર્શક ભૂમિકા ભજવશે, જ્યારે યુવા ટીમ ટેકનોલોજી અને નવીન અભિગમ દ્વારા બારની કામગીરીને ઝડપી, સરળ અને પરિણામલક્ષી બનાવશે.રેવન્યુ, સિવિલ, ક્રિમિનલ, લેબર, ટેક્સેશન, કોર્પોરેટ, ક્ધઝ્યુમર સહિત તમામ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા સીનીયર તથા જુનીયર વકીલોએ સમરસ પેનલની વિચારધારા અને કાર્યપદ્ધતિ પ્રત્યે વિશેષ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નવી કોર્ટ બિલ્ડિંગમાં બેસવાની સુવિધા, લાઇબ્રેરી, બાર રૂમ, સ્વચ્છતા તેમજ જુનીયર વકીલોના વ્યવસાયિક પ્રશ્નોના સમયબદ્ધ ઉકેલનો સંકલ્પ પણ પેનલે વ્યક્ત કર્યો છે. આ સાથે નોટરી તથા રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે સત્તાધીશો સાથે સંવાદ અને રજૂઆત કરીને યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે. રાજકોટને વિવિધ મહત્વની ટ્રિબ્યુનલ મળે તે માટે સક્રિય પ્રયાસો કરી વકીલો અને ન્યાયાર્થીઓનો સમય તથા ખર્ચ બચાવવાનો રોડમેપ પણ પેનલ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. સીનીયર-જુનીયર વકીલો વચ્ચે સુમેળ, પારદર્શક વહીવટ અને વકીલ હિતને કેન્દ્રમાં રાખતી નીતિ સાથે સમરસ પેનલને મળતો વધતો ટેકો જોતા આવનારી ચૂંટણીમાં તેની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. એવી ચર્ચા વકીલ વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે.
પ્રમુખ : સુરેશ આર. ફળદુ
સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ ધારાશાસ્ત્રી લલિતસિંહ જે. શાહી સાથે વર્ષ 2001થી જુનીયર તરીકે જોડાઈ કાયદાના ક્ષેત્રમા ખુબ જ ટુંકા સમયમા આગવી હરોળમા સ્થાન પ્રાપ્ત કર્યું છે, ખોડલધામ જેવી સંસ્થામાં કાનુની સેવા ઉપરાંત બેંકો, ફાઈનાન્સ કંપનીઓ, સામાજીક સંસ્થાઓ અને મંડળીઓમા કાનુની સલાહ અને સેવાઓ હાલ આપી રહ્યા છે. વર્ષ 2023-24માં ઉપપ્રમુખ પદે ચુટાયા બાદ જુની કોર્ટથી નવી કોર્ટ સ્થળાંતર પ્રક્રિયા તેમજ વકીલ રૂમની ફાળવણી અને બાર એસો.માટેની પાંચ એકર જગ્યાની મહત્વની કામગીરીમાં સાથે રહી સફળ અને પારદર્શક નેતૃત્વ પુરૂ પાડી બારના સભ્યોના દિલ જીતી લીધા છે.
- Advertisement -
ઉપપ્રમુખ : સિધ્ધરાજસિંહ કે જાડેજા
રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી વકીલાતક્ષેત્રે બહોળો અનુભવ ધરાવનાર સિધ્ધરાજસિંહ જાડેજા ખૂબ જ મોટી લોકચાહના ધરાવે છે, ભુતકાળમાં અનેક હોદા ઉપર રાજકોટ બાર એસોસીએશનમાં પણ સેવા આપી ચુકયા છે, ક્રિમીનલ ક્ષેત્રે ખુબ સારી પકડ ધરાવતા સિધ્ધરાજસિંહને વકીલોના તમામ સંગઠનો અને તમામ ક્ષેત્રોમાંથી જીતવા માટે આશ્વાસન આપવામાં આવ્યુ છે. ત્યારે સિધ્ધરાજસિંહ જાડેજા આ બાર એસોસીએશનની ચૂંટણીમાં જીત મેળવી વકીલ મિત્રોના કામ કરે તેવી શુભકામના આપવામાં આવી રહી છે.
સેક્રેટરી : મેહુલ વી. મહેતા
વર્ષ 2005થી રાજકોટ બાર એસો.માં સભ્ય તરીકે રાજકોટના સિવિલ ક્ષેત્રના સિનિયર ધારાશાસ્ત્રી હરેશ બી. દવે સાથે અને માર્ગદર્શન હેઠળ વકીલાતની શરૂઆત કરી હતી, સિવિલ આર્બીટ્રેશન, સરફેશી પ્રકારના ડીસ્પયુટમાં ખુબ જ સારી રીતે લડત આપી રહ્યા છે, જેઓ રાષ્ટ્રીય બેંક તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી.માં પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. સંઘના સ્વંય સેવક અને વિદ્યાર્થી પરીષદમાં વિદ્યાર્થી કાળ દરમ્યાન જવાબદારીઓ નિભાવી છે અને બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. નવી કોર્ટ બીલ્ડીંગના ઉદ્ઘાટન સમયગાળામાં બાર એસો.ના લાઈબ્રેરી સેક્રેટરી તરીકેની ફરજ પણ નિભાવી હતી.
જોઈન્ટ સેક્રેટરી : સંદીપ વેકરીયા
રેવન્યુ અને સિવિલ ક્ષેત્રમાં સિનિયર વકીલ વિરલભાઈ પટેલ અને દિનેશભાઈ પરસાણા સાથે વકીલાતની શરૂઆત કરી હતી. અગાઉ ત્રણ વખત કારોબારી સભ્ય એક વખત લાઈબ્રેરી સેકેટરી અને સેક્રેટરી તરીકે સેવા આપી ચુક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સતત ચાર મહિના લાઇબ્રેરી, દરેક રૂમ, લોબી, કોર્ટ અને કેમ્પસના ટેબલ તેમજ લાઇબ્રેરીને સંપૂર્ણપણે રીનોવેટ કરી શ્રેષ્ઠતમ લાઇબ્રેરી બનાવવાનું શ્રેય સંદિપભાઇના ફાળે જાય છે. તેમજ સંદિપભાઇ ખોડલધામ લીગલ સમિતિમાં પણ સેવાઓ આપી રહ્યા છે.
ટ્રેઝરર : રેખાબેન લીંબાસીયા
રેખાબેન લીંબાસીયા વર્ષ 1999ના વર્ષથી પૂર્વ મદદનીશ સરકારી વકીલ રજનીબા રાણાના માર્ગદર્શન હેઠળ સિવિલ, ક્રીમીનલ, લેબર અને મેટ્રોમોનીયલ કેસોમા સફળતા પુર્વક કામગીરી કરી છે. અને વર્ષ 2009થી સ્વતંત્ર રીતે સિવિલ, ક્રીમીનલ, રેવન્યુ, ફેમીલી કોર્ટ કેસો તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી., રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક તથા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના આવાસ વિભાગમાં પેનલ એડવોકેટ તરીકે અને ખોડલધામ લીગલ સમિતિ, રાજકોટમાં લીગલ સલાહકાર સમિતિની તેમજ છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટમાં મીડીએશન સેન્ટરમાં મીડીએટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. વર્ષ 2016-17 અને 2023-24ના વર્ષમાં રાજકોટ બાર એસો.મા મહિલા અનામત કારોબારી સભ્ય તરીકે જવાબદારી નિભાવી છે.
લાઈબ્રેરી સેક્રેટરી : સાગર હપાણી
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા લાઈબ્રેરી સેક્રેટરી પદમા ઉમેદવાર તરીકે ઉમેદવારી કરનાર સાગર હપાણી છેલ્લા નવ વર્ષથી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે, તેમના બનેવી મુકેશભાઈ કામદાર કે જેઓ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં વાઈસ ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યા છે અને તેમના માર્ગદર્શન હેઠળ સાગરભાઈ રાજકોટ ખાતે વકીલાત ક્ષેત્રમાં પોતાનું બહોળુ મિત્ર વર્તુળ ઉભુ કરી વકીલ એસોસિએશન તરફથી ઘણી બધી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આગવુ યોગદાન આપ્યુ છે.
કારોબારી સભ્ય : યશ ચોલેરા
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમાં કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર યશ ચોલેરા કે જેઓ નવ વર્ષથી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરીષદ અને ભા.જ.પા.મા અનેકવિધ જવાબદારીઓ નિભાવી છે, અમરેલી જિલ્લાના રાજુલા ગામથી રાજકોટ ખાતે આવી વકીલાતની શરૂઆત આર.ડી.ઝાલા સાથે શરૂ કરી ખૂબ જ ટૂંકા સમયમાં રાજકોટમાં બહોળુ મિત્ર વર્તુળ ધરાવી લોહાણા અગ્રણી તરીકે નામના મેળવી છે.
કારોબારી સભ્ય : કેતન જેઠવા
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમાં કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર કેતન જેઠવા કે જેઓ 20 વર્ષથી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરીષદ અને ભા.જ.પા.મા અનેકવિધ જવાબદારીઓ નિભાવી છે, જેઓની શરૂઆતની વકીલાત રાજકોટના નામાંકીત એડવોકેટ અભયભાઈ ભારધ્વાજ સાથે રહી શરૂ કરી અને સિવિલ તથા રેવન્યૂના ક્ષેત્રમા ખૂબ જ સારી નામના મેળવી છે.
કારોબારી સભ્ય : દિપ વ્યાસ
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર દિપ વ્યાસ કે જેઓ સાત વર્ષથી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે અને તેમના પિતા પી.સી.વ્યાસ કે જેઓ રાજકોટના ખૂબ જૂના અને જાણીતા એડવોકેટ છે જેઓ ભૂતપૂર્વ સરકારી વકીલ રહી ચુક્યા છે, જેમના પુત્ર દિપ વ્યાસ પોતાની વકીલાતની શરૂઆત ભગીરથસિંહ ડોડીયા સાથે શરૂ કરી ખૂબ જ ટૂંકા સમયમાં બહોળુ મિત્ર વર્તુળ ઉભુ કર્યું છે.
કારોબારી સભ્ય : જતીન ઠકકર
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર જતીન ઠકકર કે જેઓ 21 વર્ષથી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે, જેઓની શરૂઆતની વકીલાત રાજકોટના નામાંકિત એડવોકેટ અભયભાઈ ભારધ્વાજ સાથે રહી શરૂ કરી અને સિવિલ તથા રેવન્યૂના ક્ષેત્રમા ખૂબ જ સારી નામના મેળવી છે, ભૂતકાળમાં વર્ષ 2018-19માં ચૂંટાયેલા બોડીમા લાઈબ્રેરી સેક્રેટરી તરીકે ફરજો નીભાવી ચુક્યા છે.
કારોબારી સભ્ય : કશ્યપ ઠાકર
લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલમા કારોબારી પદમા ઉમેદવારી નોંધાવનાર કશ્યપ ઠાકર કે જેઓ 8 વર્ષથી રાજકોટ ખાતે વકીલાત કરી રહ્યા છે, જેઓની શરૂઆતની વકીલાત રાજકોટના નામાંકીત એડવોકેટ અશ્વીનભાઈ ગોસાઈ સાથે રહી શરૂ કરી જેઓના કાકા પરેશભાઈ ઠાકર પણ ભા.જ.પા. અને બ્રહ્મ સમાજના અગ્રણી છે. જેઓ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
કારોબારી સભ્ય : રણજીત મકવાણા
રાજકોટના યુવા એડવોકેટ રણજીત મકવાણાએ રાજકોટ ખાતે વર્ષ 2014થી સિનિયર એડવોકેટ તેઓ પોતાના સારા અને મળતાવડા સ્વભાવથી વકીલ વર્તળમાં નાની ઉમરમાં ખૂબ જ લોક ચાહના મુળવી છે. રમેશભાઈ પટેલ સાથે એડવોકેટ તરીકે રાજકોટની અદાલતોમાં વકીલાતની શરૂઆત કરી અને નામના મેળવી છે. ક્રિમીનલ, સિવિલ કલેઈમ વિગેરે કેસો તથા રાજકોટ ડિસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટમાં ખૂબ જ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરી છે તેમજ છેલ્લા 10 વર્ષથી રાજકોટને પોતાની કર્મભુમિ બનાવી ન્યાયક્ષેત્રમાં વ્યકત્વિ અને પ્રભાવનું આગવુ સ્થાન બનાવ્યુ છે. અગાઉ રાજકોટ બાર એસોસીએશન વર્ષ 2023-24માં કારોબારી સભ્ય તરીકે સેવા આપી હતી.
કારોબારી સભ્ય : હીરલબેન જોષી
વકીલાતની શરૂઆત ભાવીનભાઈ નિરંજનભાઈ દફતરી સાથે શરૂ કરી અને હાલમાં 10 વર્ષથી વકીલાત ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે, વર્ષ 2024માં કારોબારી સભ્ય તરીકે ચૂંટાઈ અને કોર્ટ ટ્રાન્સફરની પ્રક્રિયામા સહભાગી બન્યા છે, મહિલા બાર એસો. દ્વારા બહેનો માટે સેલ્ફ ડિફેન્સ માટે ત્રણ દિવસના કોર્સનુ આયોજન કર્યું, હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગ અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળમા લીગલ એડવાઈઝર તરીકે સેવાઓ આપી રહ્યા છે અને બ્રહ્મ સમાજની અનેક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.
કારોબારી સભ્ય : મીતાબેન રાવ
વકીલાતની શરૂઆત રાજકોટના સિનિયર એડવોકેટ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને વરેલા તુલસીદાસ ગોંડલીયા સાથે શરૂ કરી અને હાલમાં 17 વર્ષથી વકીલાત ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે, જેઓ ફેમીલી કોર્ટ ઉપરાંત સિવિલ અને રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરી રહ્યા છે અનેક સામાજીક સંસ્થાઓમાં સેવાઓ આપી રહ્યા છે અને ફેમિલી કોર્ટમા અગાઉ સેવાઓ આપી ચુક્યા છે, અને રાજકોટ નાગરીક સહકારી બેંક લી.માં પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યા છે તથા મીડીએશન સેન્ટરમાં મીડીએટર તરીકે અને તાલુકા લીગલ સર્વીસ ઓથોરીટીમા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહ્યા છે. જેઓ મહીલા વકીલના પ્રશ્ને અગ્રેસર રહ્યા છે.
કારોબારી સભ્ય : અરૂણાબેન પંડ્યા
અલ્કાબેનના પિતા નિવૃત એક્સ આર્મીમેન હતા, વર્ષ 2000થી વકીલાતના ક્ષેત્રે સંકળાયેલા છે, તેમજ સિવિલ અને ક્રિમીનલ તથા ફેમીલી કોર્ટના ક્ષેત્રે વકીલાત કરી રહ્યા છે. ઉપરાંત ભારત સરકારના નોટરી તરીકે સેવાઓ આપી રહ્યા છે, જેઓ માજી સૈનીક સંગઠન રાજકોટના જિલ્લા મહિલા પ્રમુખ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે, જેઓ પોતાના બહોળા મિત્ર વર્તુળ તેમજ રાજકોટ મહિલા બારના સેક્રેટરી તરીકે ફરજો બજાવી રહ્યા છે, જેઓ મહિલાઓના પ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર રહ્યા છે. તથા બ્રહ્મ સમાજની સામાજીક સંસ્થાઓમા પણ જોડાઈને સેવાઓ આપી રહ્યા છે.



