ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ રેલવે ડિવિઝનમાં 16 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2022 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે.
વધુ વિગતો આપતા રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે જણાવ્યું હતું કે આ પખવાડિયા દરમિયાન 19 અને 20 સપ્ટેમ્બર, 2022ના રોજ રાજકોટ રેલવે ડિવિઝનમાં ’સ્વચ્છ ટ્રેન’ થીમ પર મશીનો વડે ટ્રેનો, આંતરિક શૌચાલય અને કોચની સફાઈ કરવામાં આવી હતી.
- Advertisement -
ટ્રેનોમાંથી એકત્ર થતા પ્લાસ્ટિક અને અન્ય કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. મુસાફરોને કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્ટેશન યાર્ડની સફાઈ કરવામાં આવી હતી.
ટ્રેનના કોચમાં પાણીના નળના લીકેજની તપાસ કરવામાં આવી હતી અને તેને તાત્કાલિક સુધારવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનમાં ઓખા, હાપા અને રાજકોટ ખાતે આવેલી પીટ લાઈનોમાં ટ્રેનોની વ્યાપક સફાઈ કરવામાં આવી હતી. આ વોશિંગ પીટ લાઇનમાં ટ્રેનોના કોચ ધોવા અને રિપેરિંગનું કામ યાંત્રિક વિભાગ દ્વારા કરવામાં આવે છે.
સ્વચ્છતા પખવાડા અંતર્ગત રેલવે સ્ટેશન પરિસર, ટ્રેક, યાર્ડ, રેલવે ઓફિસ, કોલોની અને હોસ્પિટલોની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.