વેરહાઉસનો મેનેજર દવાનો સ્ટોક ચોપડે ચડી ગયા બાદ એ જ સ્ટિકર ફરી ઉખેડી બારોબાર વેચી મારતો હતો
નોટ ફોર સેલ લખવું ફરજિયાત પણ કિંમત લખેલો કરોડોનો જથ્થો ગોડાઉનમાં આવે ત્યાં જ ગેરકાયદે સ્ટિકર લગાવી ચોપડે ચડાવાયા બાદ સગેવગે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓમાં સ્ટિકર મારી એજન્સીને દવા જ્યાંથી વિતરીત થાય છે તેના મૂળમાં જ સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડ (ૠખજઈક)ના સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓમાં સ્ટિકર મારી એજન્સીને પેનલ્ટીથી બચાવવા લાંચ લેવાઈ છે જ્યારે સ્ટોક ચોપડે ચડી ગયા બાદ એજ સ્ટિકર ફરી ઉખેડી બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત રાજ્યના સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રો માટે દવા અને મેડિકલ સાધનોની ખરીદી કરી તેને જે તે સ્થળ સુધી પહોંચાડવાની જવાબદારી ૠખજઈકને સોંપાઈ છે.
રાજકોટ સ્થિત જીએમસીએલના સૌરાષ્ટ્ર રિજિયોનલ વેરહાઉસના મેનેજર પ્રતિક રાણપરાએ શોધ્યો હતો. કંપનીએ જૂના પેકેજિંગ અને કિંમત લખેલો માલ વેરહાઉસમાં મોકલ્યો અને મેનેજરે તેના પર જીએમએસસીએલના સ્ટિકર લગાવી દીધા અને રેકોર્ડ પર નિયમ મુજબ માલ સપ્લાય કર્યાનું નોંધ્યું. જ્યારે જથ્થો સગેવગે કરવો હોય ત્યારે જે તે કેન્દ્ર પર જથ્થો મોકલાયો હોય ત્યાં આ સ્ટિકર ઉખેડી કોઇપણ દર્દીના નામે દવા ઉધારી તેને બારોબાર પણ વેચી શકાય તેવી સુવિધા પૂરી પાડી દીધી.