ભારતના સુરક્ષાના ક્ષેત્રમાં સમગ્ર રીતે આત્મનિર્ભર બનવાની કોશિશમાં જલ્દી જ એક વધુ તક જોડાવાની છે. સુરક્ષાના ભાગરૂપે તેમજ વિકાસ સંગઠન આ વર્ષ માર્ચ સુધીમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલની નિકાસ કરશે. ડીઆરડીઓના ચીફ સમીર વી. કામતે આ વાતની ખાતરી આપી છે.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ડીઆરડીઓ આવનારા 10 દિવસોમાં આ મિસાઇલના ગ્રાઉન્ડ સિસ્ટમની નિકાસ કરશે. એટલું જ નહીં ડીઆરડીઓ એ જિન 307 ATAGS બંધુકોને વિકસિત કરી છે અને જેમનું નિર્માણ ભારત ફોર્સ અને ટાટા એડવાન્સ સિસ્ટમ જેવી ખાનગી ક્ષેત્રની કંપનીઓ કરી રહી છે. જેના માટે પણ આ નાણાંકિય ક્ષેત્રના અંત સુધી વિદેશથી ઓર્ડર કરી શકે છે.
- Advertisement -
India to begin export of ground systems for BrahMos supersonic cruise missiles in next 10 days. The cruise missiles are expected to be sent by March this year: DRDO Chairman Dr Samir V Kamat to ANI pic.twitter.com/Kgbz6bbVEP
— ANI (@ANI) January 25, 2024
- Advertisement -
ફિલિપાઇન્સ સાથે મિસાઇલને લઇને થયા કરાર
જો કે, જાન્યુઆરી 2022માં ભારત અને ફિલિપાઇન્સની વચ્ચે બ્રહ્મોસ મિસાઇલને લઇને 375 મિલિયન ડોલરનો કરાર થયો હતો. જેના હેઠળ ફિલિપાઇન્સની મિસાઇલની ડિલીવરી થશે. 290 કિમી રેન્જવાળી આ મિસાઇલને એક્સપોર્ટ કરવાનો આ પહેલો ઓર્ડર છે. આ ડીલ હેઠળ બે વર્ષમાં એન્ટી શિપ વર્ઝનની ત્રણ મિસાઇલ બેટરિયોને એક્સપોર્ટ કરશે. માનવામાં આવી રહ્યું છે કે, આ જ સમયગાળામાં બ્રહ્મોસ મિસાઇલને ફિલિપાઇન્સને એક્સપોર્ટ કરવામાં આવશે.
બ્રહ્મોસ મિસાઇલને ખરીદવામાં દક્ષિણ એશિયાના કેટલાય રાષ્ટ્રએ રસ દાખવ્યો છે. જેમાં ઇન્ડોનેશિયા, વિયતનામ, જેવા દેશ સામેલ છે. ગયા વર્ષે સમાચાર મળ્યા હતા કે વિયતનામ ભારત સાથએ બ્રહ્મોસ મિસાઇલને લઇને 625 મિલિયન ડોલરનો કરાર કરવા માંગે છે.