ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. ભારત સરકારે બાફેલાં ચોખા પરની નિકાસ ડ્યૂટીને રદ કરવાનો નિર્ણય લીધો છે અને બિન-બાસમતી સફેદ ચોખાનાં વિદેશમાં શિપમેન્ટ પર લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે.
જેનાથી થાઈલેન્ડ, વિયેતનામ અને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવા કિંમતોમાં ઘટાડો કરવા દબાણ થશે. “પારબોઇલ એટલે કે ઈઝી કુક કે અડધાં બાફેલાં ચોખા પર અગાઉ 10 ટકા નિકાસ જકાત હતી જેને દૂર કરવાની સૂચના નિકાસકારોને ભાવ-સંવેદનશીલ આફ્રિકામાં સ્પર્ધાત્મક બનવામાં મદદ કરશે.
- Advertisement -
સફેદ ચોખા પર એમઈપી નાબૂદ કરવાથી પાકિસ્તાની સાથે સ્પર્ધા કરવામાં મદદ મળશે જે ભારતની સરખામણીમાં 460 ડોલર પ્રતિ ટન લેખે ચોખા વેચે છે.