બ્રિટનના સંશોધકોએ કરેલા સંશોધનમાં ખુલાસો
નવજાતોનાં મસ્તિષ્કને જન્મ પહેલા કે જન્મ બાદ તરત પૂરતો ઓકિસજન ન મળતા ઈજા થાય છે: શિશુમાં વિકલાંગતા અને મૃત્યુનું કારણ બને છે
- Advertisement -
ભારતમાં મસ્તિષ્કમાં ઈજાથી 60 ટકા નવજાત શિશુઓના મોત થઈ રહ્યા છે. આ મોતનું કારણ હાઈપોકિસક-ઈસ્કેમિક એન્સેફેલોપેથી (એચઆઈઈ) નામની મગજની ઈજા છે. એક રિપોર્ટ અનુસાર નવજાતોના મસ્તિવકને જન્મ પહેલા કે તરત જ પુરતો ઓકિસજન નથી મળતો હોતો ત્યારે આ ઈજા થાય છે.
સંશોધકોએ જણાવ્યું કે, દુનિયાભરમાં એચઆઈઈ પૂર્ણ સમય ગાળામાં જન્મ લેનાર શિશુઓમાં મૃત્યુ અને વિકલાંગતાનું મુખ્ય કારણ છે એથી દર વર્ષે લગભગ 30 લાખની વસ્તીને અસર થાય છે.
આ અધ્યયન બ્રિટનનાં ઈમ્પીરીયલ કોલેજ લંડનના સંશોધકોએ કર્યું છે. તેમણે સંશોધનમાં નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશો (એલએમઆઈસી)ના 100 શિશુઓ અને ઉચ્ચ આવકવાળા દેશો (એચઆઈસી)ના 30 નવજાતોને સામેલ કર્યા હતા.
સંશોધકોએ જણાવ્યું હતુ કે આ ઈજા માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં ગર્ભાવસ્થા દરમ્યાન જુના તણાવ, ખરાબ પોષણનું સેવન કરવુ, સામાન્ય પ્રસવ પ્રક્રિયાની જગ્યાએ ગર્ભાશયનું નાનુ થઈ જવુ કારણ થઈ શકે છે. આ કારણ આગળ જઈને હાઈપોકિસયાનું કારણ બને છે અને, નવજાતનાં મસ્તિતકને ઈજા પહોંચાડે છે.
અધ્યયનોથી બહાર આવ્યું છે કે કુલીંગ થેરાપી કરવાથી એચઆઈઈવાળા શિશુઓનાં પરિણામોમાં સુધારો આવી શકે છે. આનો અનેક દેશોમાં ઉપયોગ થવા લાગ્યો જોકે નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં જોવા મળ્યુ તે એચઆઈઈ વાળા શિશુઓને કુલીંગ થેરાપીનાં પરીણામ ખરાબ આવ્યા છે.
કુલીંગ થેરાપીમાં નવજાત શિશુને એક ખાસ પેટ પર ત્રણ દિવસ સુધી 33 ડીગ્રી સેન્ટીગ્રેડ પર રાખવામાં આવે છે. આથી તેને મસ્તિતકમાં થયેલી ઈજાથી બચાવ થાય છે. ઓકિસજનની કરામના કારણે શિશુઓના મસ્તિતકની કોશીકાઓ મરવા લાગે છે આ કારણે મસ્તિતકની ઈજાઓ કલાકોથી લઈને મહિનાઓ સુધીમાં વિકલીત થઈ શકે છે જે મગજના વિભિન્ન ક્ષેત્રોને અસર કરે છે.