રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસે મહત્વપૂર્ણ બેઠક
રાત્રે 9 વાગ્યે CM નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે
- Advertisement -
સુનીલ બંસલે સર્કિટ હાઉસમાં રત્નાકર-ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ સાથે મુલાકાત કરી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાનાં પદ પરથી રાજીનામાં આપી દેશે.
સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે.
બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે.
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી. સાથે જ ધારાસભ્ય નિવાસસ્થાને ધારાસભ્યોના આગમનની પણ શરૂઆત થઈ ગઈ છે.
આજે રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મહત્વની બેઠક મળશે. સીએમ હાઉસની બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રખાશે. તથા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે. વર્તમાન મંત્રીમંડળના પડતા મુકાનાર મંત્રીના રાજીનામા પણ રાત્રે જ બેઠકમાં લઇ લેવામાં આવશે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને સીએમ હાઉસ ખાતેની બેઠકમાં જ જાણ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે. મુખ્યમંત્રી નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે.
- Advertisement -
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ
આજે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગુજરાત આવ્યા.
બપોરે 3 વાગ્યાની આસપાસ ઈખ ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પરત આવ્યા.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે.
રાત્રે 8 વાગ્યે ઈખ હાઉસમાં મહત્વપૂર્ણ બેઠક.
CM હાઉસની બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે.
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તમામ ધારાસભ્યોને સંબોધન કરશે.
બેઠકમાં પડતા મુકાયેલા મંત્રીઓના રાજીનામા લઈ લેવાશે.
બેઠકમાં મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને જાણ કરાશે.
રાત્રે 9 વાગ્યે ઈખ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે.
CM નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે.
મોડી રાત સુધીમાં અમિત શાહ ગુજરાત આવશે.
આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથગ્રહણ સમારોહ યોજાશે.