વેપારીએ ફેસબુક પર ઈલેક્ટ્રીક બાઈકની એડ્. પર લાઈક કરી : કંપનીમાંથી ફોન આવ્યો કે ‘તમારે ડીલરશીપ જોઈએ છે’ વેપારીએ તૈયારી દાખવતા કટકે કટકે પૈસા એકાઉન્ટમાં જમા કરાવ્યા
સાયબર ક્રાઈમ પોલીસે બિહારમાં 10 દિવસ રોકાઈને લગભગ 500થી વધુ cctv ચેક કરીને આરોપીને પકડયાં
- Advertisement -
કપરું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર ACP વિશાલ રબારી
ખાસ-ખબર સંવાદદાતા
આધુનિક યુગમાં ટેક્નોલોજીના યુગમાં જે રીતે મોબાઇલ સહિતના આધુનિક ગેજેટ્સનો ઉપયોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, ત્યારે જ માઇન્ડેડ ક્રિમિનલ્સ દ્વારા આચરવામાં આવતા ડિજિટલ ગુના, એટલે કે સાયબર ક્રાઇમ દિવસેને દિવસે વધતો જાય છે. સાયબર એનાલિસ્ટના મતે ડિજિટલ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ અંદાજે 30 ટકા લોકો આબરૂ જવાના કે, અન્ય કોઇ અન્ય કોઇ કારણોસર સંપૂર્ણ હકીકત સાથે સામે આવતા નથી. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડીલરશીપ આપવાના બહાને 26.68 લાખનો ઓનલાઈન ફ્રોડ થયો છે. જો કે, રાજકોટ શહેર સાયબર ક્રાઈમે ત્રણેય આરોપીને દબોચી લીધા છે.
મળતી વિગત મુજબ અરજદાર મહેશભાઈ કોટડીયાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફેસબુક એપ્લિકેશન પર અઝઇંઊછ ઊકઊઈઝઊછઈંઈ ઇઈંઊંઊની એજન્સી આપવાની છે તેવી પોસ્ટ મુકી હતી. જેમાં મે લાઈક કરતા એક મોબાઈલમાંથી ફોન કરીને કહ્યું કે, તમારે ડીલરશીપ જોઈતી હોય તો ડોક્યુમેન્ટ્સ મેઈલ કરી આપજો ત્યારબાદ કંપનીના મેનેજરે કટકે કટકે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરવાનું કહ્યું હતું આમ કુલ 26,68,174 ભર્યા હતા. પરંતુ આજ દિન સુધી કોઈ ડીલરશીપ ન મળી હતી. જેની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવાતા એસીપી સાયબર ક્રાઈમ વિશાલ રબારીના માર્ગદર્શન હેઠળ નાણાકીય ફ્રોડ ડિટેક્શનની ટીમે મોબાઈલ નંબરના આધારે બિહારમાં 10 દિવસ રોકાયા અને 500થી વધુ કેમેરા ચેક કરી ગુનો ડિટેક્ટ કર્યો છે. સાયબર ક્રામે બિહારમાંથી અનિલ બીંદે, સેતેન્દ્રકુમાર બીંદે અને અવિનાશકુમારને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી છે.