કૂતરા, રસલ્સ વાઈપર બોઆ (સાપ) સહિતના પ્રાણીઓનો કવોરન્ટાઇન સમય પુર્ણ થતા મુલાકાતી માટે પ્રદર્શન કરવાનું શરૂ થયું
ખાસ-ખબર સંવાદદાતા
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા રાજકોટ પ્રાણી ઉદ્યાન, રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના તથા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવા મંજુરી આપવામાં આવેલ હતી. જે અંતર્ગત પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર તથા રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના ખાતેથી મેળવવામાં આવેલ ભારતીય ઢોલ (જંગલી કૂતરા), દિપડા, ઝરખ, પામ સીવેટ કેટ, રેટીક્યુલેટેડ પાયથન (સાપ), રસલ્સ વાઇપર (સાપ), મોન્ટેન ટ્રીન્કેટ (સાપ), ગ્રીન વાઇન સ્નેક (સાપ), રેટ સ્નેક (સાપ), વ્હિટેકરસ બોઆ (સાપ) વગેરે પ્રાણીઓનો કવોરેન્ટાાઇન સમય પુર્ણ થતા મુલાકાતી માટે પ્રદર્શિત કરવાનું શરૂ આવેલ છે, તેમ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને બાગ બગીચા સમિતિ ચેરમેનશ્રી અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.