ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આજના સોશિયલ મીડિયાના જમાનામાં આપણે પોસ્ટ ઓફિસ અને પોસ્ટ કાર્ડ વગેરેને ભૂલી જ ગયા છીએ. અમે સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન પ્રા.લી ને એ જણાવતાં આનંદ થાય છે કે આપણી ભૂલાતી વિસરાતી રહેલી સંસ્કૃતિઓ વગેરેને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છીએ. આ કાર્યમાં જૂનાગઢ ખાતે અમારા દ્વારા અલગ અલગ ઐતિહાસિક સ્થળોને આવરી લઈને જે-તે સ્થળોએ અલગ-અલગ સંગ્રહીત અમૂલ્ય વસ્તુઓ, કળા, અવશેષો અને ધરોહર ને ઉજાગર કરવાનું કાર્ય કરવામાં આવેલ છે.
તા. 9 થી 15 ઓક્ટોબર સુધી આખું વિશ્વ પોસ્ટલ સપ્તાહની ઉજવણી કરે છે. જે નિમિત્તે જૂનાગઢનાં એન્ટિક કોઈન મ્યુઝિયમ ખાતે પોસ્ટને લગતી વસ્તુઓનું પ્રદર્શન આ દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં ફર્સ્ટ ડે કવર, સ્પેશિયલ કવર, આર્મી પોસ્ટલ કવર, પોસ્ટ કાર્ડ, પોસ્ટ ટિકિટ (1947-2023), બુકલેટ, મિનિએચર વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. જેનું કલેક્શન જૂનાગઢનાં ડો. યૂસુફખાન પઠાણ દ્વારા આશરે 35 વર્ષોથી કરવામાં આવેલું છે. આ સાથે 30 ઓક્ટોબર સુધી સરદાર ગેટ ગેલેરી ખાતે બનાવવામાં આવેલ લાઇક્સ બાસ્કેટની ટિકિટ જ્યાં અવનવા બેક્ગ્રોઉંડ્સ સાથે અનેરી સેલ્ફી લઇ શકાય છે ઉપર એન્ટિક કોઈન મ્યુઝિયમની ટિકિટ ફ્રી પણ આપવામાં આવશે.