2002માં જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાત ગૌરવ યાત્રા યોજી ત્યારે રાજુભાઈએ મીડિયા સંકલનની જવાબદારી નિભાવી હતી
ખાસ-ખબર સંવાદદાતા
દેશના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે મોદીજીને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. વડાપ્રધાન મોદી રાજુભાઈ ધ્રુવને વર્ષોથી વ્યક્તિગત રીતે ઓળખે છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં ગુજરાત ગૌરવ યાત્રા યોજી ત્યારે પણ રાજુભાઈ પ્રવક્તા તરીકે સૌરાષ્ટ્રની ગૌરવ યાત્રા દરમિયાન મીડિયા સંકલનની જવાબદારી સાથે પ્રવક્તા તરીકે સાથે રહ્યા હતા. રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, મહામંત્રી-મુખ્યમંત્રી-વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને જ્યારે પણ મળવાનું તથા તેમની સાથે કામ કરવાનું થયું છે ત્યારે તેમની પાસેથી હર હંમેશ કશું નવું શીખવા મળ્યું છે. જનસમાન્ય- લોકો ને સ્પર્શતી એમની નાનામાં નાની વાત પ્રત્યેની લાગણી અને માનવીય સંવેદના હૃદયને સ્પર્શી જાય છે. રાજુભાઈએ એમ પણ જણાવ્યું છે કે, હું ગૌરવ સાથે ગર્વ અનુભવું છું કે મને મોદીજી સાથે તેમના નેતૃત્વમાં અને પક્ષ માટે કાર્ય કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે જ્યારે સૌ પ્રથમ 2002માં ગૌરવયાત્રા યોજાયેલી ત્યારે પણ શ્રી મોદીજી ની સાથે કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું અને આજે 2022 રાજકોટ માં લોકલાડીલા વડાપ્રધાનના રોડ શો અને જાહેર સભામાં મીડિયા કાર્યકર્તા- પ્રવક્તા તરીકે સંકલનની જવાબદારી પણ શહેર-પ્રદેશ ભાજપ ના સંગઠન દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી.