થલસેનામાં જનરલ ડયુટી સોલ્જરની ૧૦૦ જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવાઇ.
હાલના સમયમાં દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરૂષોની સમકક્ષ કાર્ય કરી રહી છે. એટલું જ નહીં પણ સફળતા પણ મેળવી રહી છે.
- Advertisement -
રાષ્ટ્ર સેવા માટે તત્પર જાંબાઝ મહિલાઓ માટે આર્મી થલસેનામાં સોલ્જર જનરલ ડયુટી પદની ૧૦૦ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવાઇ છે. ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષની વયમર્યાદા તથા ૪૫% કે તેથી વધુ માર્કસ સાથે ધો.૧૦ પાસ ની લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો વેબસાઇટ www.joimindianarmy.nic.in પર તા.૨૦/૦૭/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.
આ અંગે વધુ વિગત માટે રોજગાર કચેરીરાજકોટના ફેસબુક પેજ Employment Office Rajkot પરથી અથવા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, ૧/૩ બહુમાળી ભવન, રાજકોટનો રૂબરૂ અથવા ફોન નં- ૦૨૮૧-૨૪૪૦૪૧૯ ઉપર સંપર્ક કરવા મદદનિશ નિયામક (રોજગાર) રાજકોટની યાદીમાં જણાવાયું છે.