શહેરના જોષીપુરા વિસ્તારની રાધારમણ સોસાયટીમાં થોડા સમય પહેલા જ રોડની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ અમુક ઘરોમાં કનેકશન બાકી રહી જતા કનેકશન જોડાણ અને ચેમ્બર બનાવવા માટે ફરી નવા રોડનુ ખોદકામ શરૂ કરાયુ છે. આયોજન વગરની કામગીરીને કારણે વારંવાર ખોદકામ થતા સ્થાનિકોએ જણાવ્યુ કે, જોષીપુરા વિસ્તારની રાધારમણ, શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં થોડા સમય પહેલા જ ગટરની કામગીરી બાદ સીસીરોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ થોડા ઘરોના ગટરના કનેકશન જે- તે સમયે આપ્યા ન હતા. જેને કારણે ગટર ભરાવવાની વારંવાર સમસ્યા થતી હતી. જેને લઇ તંત્રએ બાકી રહેલા ઘરોના કનેકશનનુ જોડાણ કરી નવી ચેમ્બર બનાવવા માટે ખોદકામ શરૂ કર્યુ છે. આ ખોદકામથી નવો બનેલો સીસીરોડ તોડી પાડવામાં આવ્યો છે.
Follow US
Find US on Social Medias



