દેશભરમાં કાતિલ ઠંડીના મોજા બાદ હવે ફરી એક વખત આગામી સમયમાં કાશ્મીરથી રાજસ્થાન સુધી કમોસમી વરસાદ અને બર્ફ પડવાના આગાહી હવામાન ખાતાએ કરી છે. દેશના આ રાજયોના મેદાની ક્ષેત્રોમાં વરસાદ અને પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ શકે છે. દિલ્હી, ઉતરાખંડ સહિત ઉતરભારતના અનેક રાજયોમાં વરસાદથી ઉષ્ણતામાનનો પારો નીચે ઉતરી ગયો છે.
દિલ્હીમાં તાપમાન 5 ડીગ્રી સુધી નીચે ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાકમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉતરાખંડ સહિતના ઉંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.
- Advertisement -
શ્રીનગરમાં આજે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના અંતિમ દિને હિમવર્ષાના કારણે સમગ્ર કાર્યક્રમ થોડા કલાક મુલત્વી રાખવો પડયો હતો જયારે ઉતરાખંડમાં અલગ અલગ વિસ્તારોમાં વિજળી પડવાની અને હિમ પડવાની આગાહી છે.