ભવનાથ મંદિર મહંત પદના વિવાદ મામલે તંત્ર પણ ચકરાવે ચડયું
ભવનાથ મહંત દ્વારા કલેકટર કચેરીમાં પત્ર જમા કરાવ્યો હોવાનો દાવો : મહેશગિરી બાપુ
- Advertisement -
હાલ તો આર્થિક વ્યવહાવરના પત્રથી ભાજપ, તંત્ર અને સરકારની મુંઝવણ વધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ ગિરનાર અંબાજી શક્તિ પીઠ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદીપતિ બાબતે જોરદાર વિવાદ વકર્યો છે.અને જેમાં મહેશગીરી બાપુ અને હરીગીરી બાપુ સહીત બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના કૌટુંબિક અનુયાઈઓ અમાને સામાને આવી ગયા છે.ત્યારે આ વિવાદ વચ્ચે ભૂતનાથ મહાદેવ મંદીરના મહંત મહેશગીરી બાપુએ ભવનાથ મંદિરના મહંતનો 8 કરોડના આર્થિક વ્યહવારનો એક પત્ર જાહેર કરતા વિવાદ વધુ વકર્યો છે અને એ પત્ર ક્યાંથી મેળવ્યો તે બાબતે પણ ખુલાસા કરી દેતા ભાજપ અને તંત્ર સાથે સરકારની પણ મુંજવણ વધી છે અને આ બાબતે તપાસ થતી હોવાનું રટણ ચાલી રહ્યું છે.ત્યારે પત્રની તપાસના ખુલાસા કયારે થશે ? જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતપદ માટે ભાજપને ફંડ તેમજ અધિકારીઓ અને સાધુ-સંતોને પૈસા આપ્યાના ઉલ્લેખ સાથેના પત્ર બાબતે ભાજપ અને સરકારની બોલતી બંધ થઇ ગઇ છે. તંત્ર દ્વારા પણ માત્ર તપાસનું રટણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ આ પત્ર કયાંથી આવ્યો એ સહિતના સવાલના જવાબ શોધવા નિકળેલુ તંત્ર હવે સમય પસાર કરી રહ્યુ હોય એવી સ્થિતિ છે.બંબાજી મંદિરના મહંતના નિધન બાદ વિવાદ શરૂ થયો હતો. જેમાં ભવનાથના મહંત બનવા માટે ભાજપને પાર્ટી ફંડ તેમજ બે તત્કાલીન કલેકટર તેમજ અન્ય સાધુ સંતોને આર્થિક વ્યવહાર કરવામાં આવ્યાનો મહેશગીરીએ પત્ર જાહેર કર્યો હતો. ત્યારે તેમાં કોઇ સહી સિકકા વગર આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પત્ર સાચો છે કે ખોટો, કયાંથી આવ્યો એ અંગે પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ પત્ર અંગે કોઇ વિગતો મળી શકી ન હતી. આખરે એકાદ સપ્તાહ સુધી પોલીસ ચકરાવે ચડયા બાદ મહેશગીરીએ આ પત્ર ભવનાથના મહંત દ્વારા કલેકટર કચેરીમાં જમા કરાવ્યાનું અને ત્યાંથી ફી ભરી મેળવવામાં આવ્યાની જાહેરાત કરી પત્ર સાચો હોવાનો દાવો કર્યો હતો. અગાઉ પત્ર કયાંથી આવ્યો, સાચો કે ખોટો ? એ સહિતના જવાબ શોધવા નીકળેલી પોલીસને જવાબ મળી ગયો હતો. હવે આ પત્ર બાબતે તપાસનું રટણ કવરવામાં આવી રહ્યું છે. ભાજપ અને સરકારી આ પત્ર બાબતે બોલતી બંધ થઇ ગઇ છે ત્યારે પત્રમાં જે ઉલ્લેખ છે તે મુજબની હકીકત બની છે કે માત્ર લખવા ખાતર લખવામાં આવી છે? એ સવાલનો જવાબ કયારેય મળશે કે કેમ એ મોટો પ્રશ્ર્ન છે.
ભવનાથ મંદિર પરિસરનું પ્રેમગિરી ભવન વિવાદના ઘેરામાં?
- Advertisement -
ભવનાથ મહાદેવ મંદિરના પ્રટાંગણમાં અત્યારે જેને પ્રેમગીરી નામ અપાયુ છે એ ભવનાથ મહાદેવ મંદિરની જગ્યા છે. એટલે પ્રશ્ર્ન એમાં ગેરવહીવટ કેવડો થયો એ ઉભો થવાનો છે. આમાં મામલતદાર પણ દોષી ગણી શકાય કારણ કે, મામતલદારે બધુ ચેક કરવુ જોઇએ. પેટી ખુલે ત્યારે હાજર રહેવુ જોઇએ. બધો વહીવટ ચોખ્ખો રહેવો જોઇએ. આ ભવન બન્યુ એનો પૈસો કયાંથી આવ્યો, કોના સહયોગથી બન્યુ હોય તો કેણે સહયોગ આપ્યો, એને ચોપડે લીધો છે કે નહીં એવા પ્રશ્ર્નો ઉઠે છે.
7 DECEMBER 2024
જૂનાગઢનાં સ્વામી મહેશગિરીનાં અનેક ભેદભરમ
મહેશગિરીનું કૉલ રેકોર્ડિંગ અને ત્રણ કૅસેટનું રહસ્ય
શિબિર શરૂ થાય તે પહેલાં જ મહેશગિરીની પાપની બેડલી એવી બૂડી કે, આયોજન હવામાં રહી ગયું
દ્રોણેશ્ર્વર જગ્યા નજીક કેટલાંક યુવાનોએ ટેલીફોનનાં તાર સાથે છેડાં જોડ્યાં અને સાંભળવા મળી ચોંકાવનારી વાતો…
કોણ હતું વાત કરનારૂં? સામેનાં છેડે કોણ હતું? એવી તે શી વાતો હતી તેમાં કે, આખો સાધુ સમાજ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો?
5000 યુવતીની શિબિર મહેશગિરીએ શા માટે રદ કરવી પડી હતી?