ગોંડલ તેમજ ગ્રામ્યમાં કુલ 5820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ, તા.11
આજથી સમગ્ર રાજ્યભરમાં ધો.10 અને ધો.12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં ધોરણ 10 અને 12 ના કુલ 5820 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવશે ત્યારે ગોંડલ શહેરમાં એક મનોદિવ્યાંગ માટે નો રૂમ પણ ફાળવવામાં આવ્યો છે. ગોંડલ ની ગંગોત્રી સ્કૂલ માં પ્રિન્સિપાલ કિરણબેન છોટાળા, અને સ્વામી શુભાત્માંનંદ સરસ્વતી (સત દર્શન આશ્રમ) અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ કંકુ તિલક અને મો મીઠું કરાવી પ્રવેશ કરાવ્યો હતો.
- Advertisement -
ગોંડલ શહેર તાલુકા અંગે સુનિલભાઈ બરોચિયા (વિશ્વમિત્ર શાળા વિકાસ સંકુલ)એ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ધોરણ 10માં 10 બિલ્ડીંગ અને 190 બ્લોક માં 3270 વિદ્યાર્થીઓ અને તાલુકા ના દેરડી માં 1 બિલ્ડીંગ, 14 બ્લોક માં 420 વિદ્યાર્થીઓ અને મોવિયા ગામે 1 બિલ્ડીંગ, 11 બ્લોક અને 330 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ધોરણ 12 માટે 2550 વિદ્યાર્થીઓ નોંધાયા છે સુપરવાઈઝર, ઝોનલ અને ડિસ્પેચ સહિતની કામગીરી માટે કર્મચારી જોડાયા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર એ પહોંચવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ વખતે વિવિધ ગામના વિદ્યાર્થીઓએ શાળા પ્રમાણે વ્યવસ્થા ગોઠવી છે જ્યારે અમુક વિદ્યાર્થીઓ પોત પોતાની રીતે પરીક્ષા કેન્દ્ર પર પહોંચશે તેઓ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોરણ 10 અને 12 ની આજ થી શરુ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસનારા ગુજરાતના તમામ વ્હાલા વિદ્યાર્થીઓને પરિક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે.
તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે. આ અમૃતકાળ વિદ્યાર્થીઓ ના સપના સાકાર કરવાનો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના પણ મુખ્યમંત્રીએ આપી છે.