ખાસ-ખબર સંવાદદાતા
ધોરણ 10 અને ધોરણ 12 ના જુદા જુદા વિષય તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેમ સારા માર્ક્સ મેળવવા તેનો માર્ગદર્શન આપવામાં આવ્યું. પરીક્ષા નામથી વિદ્યાર્થીઓ એ ખુબ ભયભીત થતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ બોર્ડની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ હંમેશા ચિંતિત રહેતા હોય છે તેથી આ વિદ્યાર્થીઓનું ભય દૂર થાય અને તેઓ બોર્ડની પરીક્ષામાં વધુ સારા માર્ક્સ મેળવી પોતાનું આવનાર સમય શ્રેષ્ઠ બનાવી શકે તે હેતુથી વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા દ્વારા પરીક્ષા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું
- Advertisement -
મુસ્લિમ સમાજમાં નાપાસ થવાની ટકાવારી ઓછી થાય અને ઉચ્ચ ટકાવારી સાથે અભ્યાસ કરે અને ડ્રોપ આઉટ રેશિયો ઓછો બને તે હેતુસર વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ તેમજ પટની સમાજ ના પટેલ અફઝલ સર દ્વારા વેરાવળ પટની જમાત ખાને તજજ્ઞ શિક્ષકો જેમાં શબાના સ્કૂલના આચાર્ય રુકસાનાબેન પટની, અનુપમ સ્કૂલના આચાર્ય અનિષાબેન ગાજીપુરા,આઈડી ચૌહાણ સ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક જાબીર બેલીમ,સરકારી શિક્ષણ સતાર મુગલ, સબ્બીર સર, કૌશરબેંન પંજા દ્વારા પરીક્ષા માર્ગદશન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું.