ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. કોડીનાર તાલુકાના દેવલપુર ગામમાં વસતા EX આર્મીમેન મનુભાઈ અને જયાબેનની દીકરી રામ શિવાનીએ ધો. 11-12 સાયન્સમાં ક્રિસ્ટલ રેસિડેન્સિયલ સ્કૂલ- રાજકોટમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં તેમણે 99.96 સાયન્સ PR સાથે બોર્ડમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
દીકરીની આ ખુશીથી નાનકડા ગામમાં રહેતા માતા-પિતાની ખુશીનો પાર ન રહ્યો, શિવાની પણ પોતાની સફળતાનું શ્રેય પોતાના માતા-પિતાના આશીર્વાદની સાથે શાળા પરિવારે કરાવેલા આયોજનબદ્ધ મહેનતનો શ્રેય આપતા ભારપૂર્વક જણાવે છે કે મોબાઈલ, ટી.વી.ના યુગમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવું હોય તો હોસ્ટેલમાં રહેવું જ અનિવાર્ય છે. ક્રિસ્ટલની શ્રેષ્ઠ તજજ્ઞ શિક્ષક ટીમની સાથે હોસ્ટેલનું વાતાવરણ દરેક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા માટે પૂરતું છે. શિવાની NEETમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી મેડિકલ ક્ષેત્રે M.B.B.Sમાં જઈ પોતાની કારકિર્દી બનાવી પોતાના માતા-પિતા અને શાળા પરિવારનું નામ રોશન કરવા માગે છે. આ તકે શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણજગતે શિવાનીને અભિનંદન પાઠવ્યા છે.