સ્ટાફનું મતદાન મથક ઉપર રાત્રી રોકાણ
1949 મતદાન મથકોએ ચૂંટણીલક્ષી સામગ્રી પહોંચતી થઇ: કાલે સવારથી મતદાન શરૂ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે તા.7-5-24ને મંગળવારના મતદાન થવાનું હોય જેથી આજે તા.6ને સોમવારથી સાત વિધાનસભા બેઠકોના ડિસ્પેન્ચિંગ લક્ષી સામગ્રીઓ કડક પોલીસ જાપ્તા નીચે સરકારી-ખાનગી વાહનો રિક્વીન્ડેર કરેલા વાહનોમાં 1849 મતદાન મથકોએ પહોંચાડવામાં આવી રહ્યા છે. જુનાગઢ લોકસભામાં જૂનાગઢની ત્રણ અને ગીર સોમનાથની ચાર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આજે સવારથી જુનાગઢની બહાઉદીન કોલેજ ખાતે 3 રૂમ પરથી 3621-5210 સરકારી, 26 ખાનગી બસ તેમજ ચાર ક્યુઆરટી અને 40 ઝોનલ ઓફિસરો સહિતના વાહનોમાં રવાના કરવામાં આવી રહ્યા છે. વિસાવદર વિધાનસભાના વી.ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે 15 રૂમ પરથી 47 રૂટ પર એસટી અને આટર્સ કોલેજ શારદાગ્રામ ખાતેથી 16 રૂમના 32 રૂટ પર 17 સરકારી અને ખાનગી મળી 34 વાહનોમાં બંદોબસ્ત ઝોનલ અધિકારીના માર્ગદર્શન નીચે મતદાન મથક પર ઇવીએમ અને વીવીપેટ મશીન પહોંચાડવામાં આવી રહ્યા છે.
મતદાન બુથ પર વીએમ મશીન સાથે પહોંચનાર પોલીંગ કર્મીનો રાત્રીના બુથ પર જ રોકાણ કરશે તે કર્મીઓ માટે ટુવાલ-નેપકીન, ટુથપેસ્ટ, બ્રીશ, દાંતીયો તેમજ ગરમીને લઇને તબીયત ન લથડે તે માટે મેડીકલ કીટ પણ ડિસ્પેચીંગ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે. એસ.ટી. મતદાનને લઇને કર્મીઓની અવર-જવર માટે ચૂંટણી વિભાગ દ્વારા જુનાગઢ એસટી ડીવીઝન પાસેથી 140 એસટી બસની માંગ કરાઇ જેમાં જૂનાગઢ ડીવીઝનના 9 ડેપોમાંથી 140 બસો ચૂંટણી કામગીરીમાં કાર્યરત કરવામાં આવી છે.