રાજકોટની શાળામાં ચાલતી ગેરરીતિ જણાવવા વિદ્યાર્થી નેતાની અપીલ
રાજકોટની સ્કૂલોમાં બની શકે છે TRP જેવો જ અગ્નિકાંડ
- Advertisement -
શહેરની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં લટકતાં પ્લાસ્ટિક-ફેબ્રિકેશનના શેડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુ:ખદ દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે સતર્ક થવાનો સમય આવી ચૂક્યો છે. સુરતના તક્ષશિલા અગ્નિકાંડ, બરોડાના હરણી બોટકાંડ બાદ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના એ વહીવટી તંત્ર માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે. ભવિષ્યમાં ફરી નિર્દોષ બાળકો કાળનો કોળિયો ન બની જાય તે માટે હવે ખુદ શિક્ષણ વિભાગે નિયમનો ઉલાળિયો કરતી શૈક્ષણિક સંસ્થાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે. રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ પણ વિદ્યાર્થીહિતને ધ્યાનમાં રાખીને તાકીદ
- Advertisement -
ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનો અંગે સરપ્રાઈઝ ચેકિંગ કરી લેવામાં આવે તે જરૂરી બન્યું છે. આ સાથે જ માત્ર ફાયર સેફટીના સાધનો છે તેના પૂરતી જ ચકાસણી કરીને સંતોષ માનવાને બદલે તે કાર્યરત છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે, રાજકોટમાં અનેક ખાનગી શાળાઓ એવી છે કે જે રહેણાંક વિસ્તારમાં ધમધમે છે અને પ્લાસ્ટિકના શેડ રાખીને આડશ-છાંયો ઉભો કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં જરૂરિયાત કરતા વધુ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે અને એન્ટ્રી- એક્ઝિટ માટે એક જ ગેટ રાખવામાં આવ્યો છે. તેથી અહીં ભવિષ્યમાં દુર્ઘટના સર્જાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરની અનેક ખાનગી શાળામાં મેદાન પણ નથી ક્લાસરૂમ પણ ટૂંકી જગ્યામાં ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કોમ્પ્યૂટર લેબ, વૈજ્ઞાનિક પરિક્ષણ લેબોરેટરી નાનકડા બિલ્ડિંગમાં ઉભી કરવામાં આવે છે. ખાસ કરીને ઈમરજન્સી એક્ઝિટ ગેઇટ પણ નહીં હોવાથી જો કોઈ મોટી દુર્ઘટના થાય તો નાસભાગ મચી જાય તેમ વાલીઓ જણાવી રહ્યા છે. શાળા ખૂલવાને હજૂ 15 દિવસ જેટલો સમય બાકી છે. આ સમયગાળા દરમિયાન તમામ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકિંગ કરી લેવામાં આવે તો મોટી જાનહાનિ ટાળી શકાય તેમ છે.
રાજકોટની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં ગેરકાયદે ડોમ અને ફાયરસેફ્ટીનો અભાવ
બે દિવસમાં તંત્ર કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ : રોહિતસિંહ રાજપૂત
વિદ્યાર્થી નેતાએ સ્કૂલ-ક્લાસિસમાં ખડકેલા મોતના માંચડાના ફોટો-વીડિયો જાહેર કરી ઉઊઘને ઉઘાડા પાડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે, રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મોટાભાગના નાના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ અને યુવાનો જ ભોગ બન્યા છે તે અતિ દુ:ખદ છે. સરકારે આ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવવા તેઓની માત્ર બદલી કરી દીધી અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માણી લીધો તેમ ના ચાલે! વહિવટી તંત્રના પાપે જ અનેક પરિવારોના માળા વિખાયા છે ત્યારે જવાબદાર તમામ વિભાગના અધિકારીઓ, સત્તા પર બેઠેલા મનપાના પદાધિકારીઓ પર માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ થતી અટકી શકે. સરકાર દર વખતે ઘોડા ચાલ્યા ગયા બાદ તબેલે તાળા મારવા નીકળે તેવો ઘાટ સર્જે છે.
રાજકોટની અનેક સ્કૂલમાં મોતના માંચડા સમાન ગેરકાયદે પ્લાસ્ટિકના ડોમ ખડકેલા છે જ્યાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે ત્યાં ફાયરસેફ્ટીના નામે મીંડુ છે. વિશેષ કે જે સ્કૂલોમાં ફાયર સેફ્ટી છે ત્યા માત્ર દેખાડા પૂરતી સિસ્ટમ ઈન્સ્ટોલ કરેલ છે એટલે કે બંધ હાલતમાં છે. અનેક સ્કૂલમાં ફાયર એનઓસી રિન્યુ કરવાનું બાકી છે ત્યારે જીલ્લા શિક્ષણ અધિકારીએ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી વિદ્યાર્થીઓની સુરક્ષાના મામલે ગંભીરતા દાખવવી જોઈએ. અમારા ધ્યાને આવ્યું છે કે ગઈકાલે ડીઈઓએ તમામ સ્કૂલો પાસેથી આ બાબતોએ અહેવાલ મંગાવ્યો છે પરંતુ ફિલ્ડ પર અધિકારીઓને મોકલ્યા વગર પરિણામ શૂન્ય આવવાનું છે.
ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનો અંગે સરપ્રાઈઝ ચેકિંગ કરી લેવામાં આવે તે જરૂરી બન્યું છે. આ સાથે જ માત્ર ફાયર સેફટીના સાધનો છે તેના પૂરતી જ ચકાસણી કરીને સંતોષ માનવાને બદલે તે કાર્યરત છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે, રાજકોટમાં અનેક ખાનગી શાળાઓ એવી છે કે જે રહેણાંક વિસ્તારમાં ધમધમે છે અને પ્લાસ્ટિકના શેડ રાખીને આડશ-છાંયો ઉભો કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં જરૂરિયાત કરતા વધુ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે અને એન્ટ્રી- એક્ઝિટ માટે એક જ ગેટ રાખવામાં આવ્યો છે. તેથી અહીં ભવિષ્યમાં દુર્ઘટના સર્જાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરની અનેક ખાનગી શાળામાં મેદાન પણ નથી ક્લાસરૂમ પણ ટૂંકી જગ્યામાં ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કોમ્પ્યૂટર લેબ, વૈજ્ઞાનિક પરિક્ષણ લેબોરેટરી નાનકડા બિલ્ડિંગમાં ઉભી કરવામાં આવે છે. ખાસ કરીને ઈમરજન્સી એક્ઝિટ ગેઇટ પણ નહીં હોવાથી જો કોઈ મોટી દુર્ઘટના થાય તો નાસભાગ મચી જાય તેમ વાલીઓ જણાવી રહ્યા છે. શાળા ખૂલવાને હજૂ 15 દિવસ જેટલો સમય બાકી છે. આ સમયગાળા દરમિયાન તમામ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકિંગ કરી લેવામાં આવે તો મોટી જાનહાનિ ટાળી શકાય તેમ છે.
અસંખ્ય પ્રિ-સ્કૂલ અને ટ્યૂશન કલાસિસ રજિસ્ટ્રેશન વગર ધમધમી રહ્યા છે !
વિદ્યાર્થી નેતાએ સ્કૂલોમાં ગેરકાયદે ડોમ અને ઇન્ફ્રાસ્ટચકર બાબતોના પુરાવાઓ આપીને ડીઈઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે, એક દિવસમાં જો આ ડોમ તમે નહી હટાવી શકો તો અમે વિદ્યાર્થી રેડ કરી આ ગેરકાયદે ડોમ તોડી પાડીશું જેની તમામ જવાબદારી જીલ્લા શિક્ષણ અધિકારીની રહેશે. શહેરમાં કેટલી સ્કૂલો પાસે ફાયર સેફ્ટી ઇન્સ્ટોલ છે તે માહિતી, ગેરકાયદે ડોમ અંગે અને ફાયર એનઓસી રિન્યુ કેટલી સ્કૂલોને બાકી છે તેનો વિસ્તૃત અહેવાલ મીડિયામાં જાહેર કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓના વાલીઓને ખ્યાલ પડે કે અમે તમામ પ્રકારની ફી ભરીને બાળકને અભ્યાસ અર્થે સ્કૂલમાં મોકલીએ તેમા મારા બાળકની જીવની સુરક્ષા મામલે તકેદારી લેવાય છે કે કેમ!વધુમા તેમણે જણાવ્યું હતું રાજકોટમાં શેરી-ગલીઓના એપાર્ટમેન્ટમાં ક્લાસીસ અને પ્રી-સ્કૂલો આવેલી છે ત્યારે મોટાભાગની પ્રી-સ્કૂલોએ કોમર્સિયલ એપાર્ટમેંટ અને મકાનોની અગાસીના ભાગે પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમાં ઊભી કરેલી હોય છે ત્યારે નાના ભુલકાઓની સુરક્ષા પર અનેક સવાલ ઉભા થાય છે.
અનેક પ્રી-સ્કૂલો રેસિડેન્સયલ મકાનોમાં આવેલી છે પરંતુ ત્યા બાળકોની સુરક્ષાના મામલે તકેદારીના ભાગરૂપે ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે. મોટાભાગની પ્રી-સ્કૂલો કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગર જ ધમધમે છે જેથી તંત્ર પાસે આ સ્કૂલો અંગેની સચોટ માહિતી પણ નહીં હોય. આ નાના ભૂલકાઓની ઉંમર 3-6 વર્ષ હોય ત્યારે વહીવટી તંત્રએ રાજકોટ શહેરમાં આવેલી તમામ પ્રી-સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરી એક એસઓપી બનાવ્યા બાદ જ ચાલું કરવા આદેશ આપવો જોઈએ.
રાજકોટમાં અનેક ખાનગી ક્લાસીસો આવેલા છે જેમા સ્પર્ધામક પરીક્ષાઓના, કમ્પ્યુટર ટિચિંગ, ઈન્ટરનેશન લેન્ગવેજ, જેઈઈ-નીટ, સ્કૂલોના કોચિંગ, સ્કીલ ડેવલોપમેન્ટ જેવા અનેક પ્રકારના હોય છે પરંતુ મોટાભાગના ક્લાસીસમાં ફાયરસેફ્ટીનો અભાવ તો પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમાં ગાડુ ગબડાવાય રહ્યું છે. અનેક ક્લાસીસ અતિ જૂના બિલ્ડીંગોમા કાર્યરાત છે જેમ કે માલવીયા પંપની સામે જ્ઞાનગંગા ધોળકીયા ક્લાસિસ ત્યારે વહિવટી તંત્રએ તમામ જગ્યાઓ પર ઈન્સ્પેકશન બાદ જ ક્લાસિસો શરૂ કરવા આદેશ આપવા જોઈએ તેવી માંગ કરી હતી.
વિદ્યાર્થી નેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે અંતમાં જણાવ્યું હતું કે અમારો ઇરાદો સ્કૂલ-ક્લાસિસ સંચાલકોને હેરાન કરવાનો નથી પરંતુ વિદ્યાર્થીઓની જીવની સુરક્ષા એ અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે જેથી તંત્ર આ બાબતે ગંભીરતા નહીં લે તો અમે ગેરકાયદે દબાણ દૂર કરીશું અને હલ્લાબોલ પણ કરીશું. તેઓએ રાજકોટના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને અપીલ કરી હતી કે કોઈ સ્કૂલ કે ક્લાસીસમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય, ફાયર સિસ્ટમ બંધ હોય, પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમાં અભ્યાસ કરાવતા હોય તો અમને મો. 7016837652 પર ફોટો, વીડિયો મોકલો અમે તંત્રને ધ્યાન દોરીશું જેમા માહિતી મોકલનારનું નામ ગુપ્ત રાખીશું તેવું જણાવ્યું હતું.
પાણીમાં બેસી ગયેલા રાણીપાની હકાલપટ્ટી કોણ કરશે?
શું શૈક્ષણિક સંસ્થાઓમાં તક્ષશિલા, હરણી કે ગેમઝોન જેવી કોઈ મોટી દુર્ઘટના બનશે પછી જ ઉઊઘને ઘરભેગા કરાશે?
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યભરના જિલ્લા શિક્ષણાધિકારીઓ હરકતમાં આવ્યા છે. ઠેરઠેર શાળામાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા હાથ પર હાથ રાખી શૈક્ષણિક સંસ્થાઓમાં હજુ કોઈ વધુ મોટી દુર્ઘટના સર્જાય તો પગલાં લઈએ તેની રાહ જોઈ બેઠા છે. ખાસ-ખબર છેલ્લા કેટલાક દિવસોથી ગેરરીતિનો પુરાવાસહ પર્દાફાશ કરી રહ્યું છે. આમ છતાં આજ સુધી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કોઈ પગલાં લીધા નથી! રાજકોટની અનેક ખાનગી શાળા અને ક્લાસીસમાં હજુ ફાયર સેફટીના સાધનો અને એનઓસી નથી. જો શાળા શરૂ થાય તે પહેલા જ ચેકિંગ થઈ જાય તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના ટાળી શકાય. પણ ના.. જિલ્લા શિક્ષણાધિકારીને કોઈ અરજી, ફરિયાદ આવે કે દુર્ઘટના સર્જાય તો જ તપાસમાં રસ છે. એટલે જો જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વપૂર્ણ જગ્યા પર રાણીપા જેવા પાણીમાં બેસી ગયેલા અધિકારી રહેશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જવવાની સંપૂર્ણ શક્યતા છે. હર વખતે કોઈ દુ:ખદ દુર્ઘટના સર્જાય પછી જ અધિકારીઓને ઘરભેગા કરવાની જગ્યાએ આ વખતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ નિષ્ક્રિય જિલ્લા શિક્ષણાધિકારીને ઘર ભેગા કરવાની અને તેમની જગ્યાએ કોઈ કડક અધિકારીને નિમણૂંક કરવાની જરૂર છે એવી જાગૃત વિદ્યાર્થીઓ – વાલીઓ અને નેતાઓએ માંગ ઉઠાવી છે.