9 બેઠકો માટે 22 જુલાઈએ
5 જિલ્લાના મતદાન મથકોએ ચૂંટણી યોજાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની દાવેદારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે અને અગાઉ હાઈકોર્ટે પણ યુનિવર્સિટીને લપડાક લગાવ્યા બાદ સત્તાધીશોએ મંગળવારે મોડી સાંજે યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણી જાહેર કરી છે. ટીચિંગની જુદી જુદી ફેકલ્ટીની 9 બેઠકની આગામી તારીખ 22 જુલાઈએ સેનેટની ચૂંટણી યોજવાનું નક્કી કરાયું છે.
રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીની ટીચિંગમાં ગ્રામવિદ્યા શાખાની 1, ગૃહવિદ્યા શાખાની 1, હોમિયોપેથીની 1, આર્કિટેક્ચરની 1, પરફોર્મિંગ આર્ટસની 1, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી માધ્યમિક શાળાઓના નોંધાયેલા શિક્ષકોની 2 અને આચાર્યની 2 એમ કુલ 9 બેઠક માટે સેનેટની ચૂંટણી યોજાશે.
ત્રણ ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્યની સેનેટ સભ્ય તરીકે નિમણૂક કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે વોર્ડ નં.10ના કોર્પોરેટર ચેતન સુરેજાની પસંદગી કરવામાં આવી હતી. જોકે હજુ સરકાર નિયુક્ત 12 સેનેટ સભ્ય જાહેર કરવામાં આવ્યા નથી તેના પર સૌની મીટ મંડાઈ છે.
- Advertisement -
આ પાંચ જિલ્લાની કોલેજોમાં મતદાન મથકો
રાજકોટ : એમ.વી.એમ મહિલા કોલેજ, કાલાવડ રોડ
મોરબી : એમ.એમ. સાયન્સ કોલેજ, નજરબાગ
જામનગર : ડી. કે. વી કોલેજ, પંડિત નેહરુ માર્ગ
સુરેન્દ્રનગર : એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ
અમરેલી : કમાણી સાયન્સ કોલેજ એન્ડ પ્રતાપરાય આર્ટસ કોલેજ