2020માં 100માંથી 59.3 માર્ક મળ્યા હતા, 2024માં 59.4 મળ્યા : CGPA 3.99
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
ગુજરાત સરકાર દ્વારા GSIRF-2024 (ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક) જાહેર કરાયું છે જેમાં રાજ્યની ટોપ યુનિવર્સિટીઓ અને કોલેજોના નામ, તેને મળેલા માર્ક, સ્ટાર અને ઈૠઙઅ જાહેર કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ રેન્કિંગમાં ફોર સ્ટાર અને 100માંથી 59.4 માર્ક, 3.99 CGPA (ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ) મળ્યા છે.
- Advertisement -
પરંતુ છેલ્લા 5 વર્ષનું જો મૂલ્યાંકન જોઇએ તો વર્ષ 2020માં 59.3 માર્ક અને 3.47 CGPA મળ્યા હતા અને 2024માં 59.4 માર્ક અને 3.99 CGPA મળ્યા છે એટલે 5 વર્ષમાં યુનિવર્સિટીના માર્ક અને સીજીપીએમાં કોઈ મોટો સુધારો થયો નથી. ગુજરાતમાં કુલ 4 યુનિવર્સિટીને 5 સ્ટાર+ રેટિંગ મળ્યું છે. 9 યુનિવર્સિટીને 5 સ્ટાર, 12 યુનિવર્સિટીને 4 સ્ટાર, 9 યુનિવર્સિટીને 3 સ્ટાર અને 4 યુનિવર્સિટીને 2 સ્ટાર રેટિંગ મળ્યા છે. કોલેજોને પણ CGPA રેટિંગ અપાયા છે જેમાં રાજકોટની માત્ર એક જ કોલેજને 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. વિરાણી સાયન્સ કોલેજને 5 સ્ટાર રેટિંગમાં શામેલ થઇ છે.



