ભાજપના સ્થાપના દિવસ પર PM મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટી કાર્યકરોને સંબોધિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યકરોને કહ્યું કે મારી પ્રાર્થના છે કે મા સ્કંદમાતાના આશીર્વાદ દેશવાસીઓ પર, ભાજપના પ્રત્યેક કર્મઠ કાર્યકર અને પ્રત્યેક સભ્ય પર હંમેશા જળવાઈ રહે.
પીએમ મોદીએ કહ્યું કે આજે નવરાત્રની પાંચમી તિથિ છે, આજના દિવસે આપણે બધા મા સ્કંદમાતાની પૂજા કરીએ છીએ. આપણે બધાએ જોયું કે મા સ્કંદમાતા કમળના આસન પર બિરાજમાન રહે છે અને તેમના બંને હાથમાં કમળનું ફૂલ હોય છે. તેમણે વધુમાં કહ્યું કે હું દેશ અને દુનિયાભરમાં ફેલાયેલા ભાજપના પ્રત્યેક સભ્યને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું. કાશ્મીરથી ક્ધયાકુમારી, કચ્છથી કોહિમા સુધી ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને નિરંતર સશક્ત કરી રહ્યો છે. પીએમ મોદીએ કાર્યકરોને સંબોધતા કહ્યું કે આ વખતનો સ્થાપના દિવસ વધુ 3 કારણસર મહત્વપૂર્ણ બની ગયો છે. પહેલું કારણ એ કે હાલ આપણે દેશની આઝાદીના 75 વર્ષનું પર્વ ઉજવી રહ્યા છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. તે પ્રેરણાની ખુબ મોટી તક છે. બીજુ કારણ એ છે કે ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ, બદલતા ગ્લોબલ ઓર્ડર. તેમાં ભારત માટે સતત નવી સંભાવનાઓ બની રહી છે. ત્રીજુ કારણ પણ એટલું જ મહત્વનું છે. થોડા સમય પહેલા ચાર રાજ્યોમાં ભારતની ડબલ એન્જિનની સરકાર પાછી ફરી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં કોઈ પાર્ટીના સભ્યોની સંખ્યા 100 સુધી પહોંચી છે.
- Advertisement -
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વૈશ્વિક દ્રષ્ટિકોણથી જુઓ કે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી, ભાજપની જવાબદારી, ભાજપના પ્રત્યેક કાર્યકરની જવાબદારી સતત વધી રહી છે. આ માટે ભાજપના પ્રત્યેક કાર્યકર, દેશના સપનાના પ્રતિનિધિ છે, દેશના સંકલ્પોના પ્રતિનિધિ છે. આ અમૃતકાળમાં ભારતની સોચ આત્મનિર્ભરતાની છે, લોકલને ગ્લોબલ બનાવવાની છે, સામાજિક ન્યાય અને સમરસતાની છે. આ જ સંકલ્પોને લઈને એક વિચારબીજ સ્વરૂપમાં આપણી પાર્ટીની સ્થાપના થઈ હતી. આથી આ અમૃતકાળ ભાજપના દરેક કાર્યકર માટે કર્તવ્ય કાળ છે.
કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર મોદી જમ્મુ-કાશ્મીર જશે
કાશ્મીરી પંડિતોની પણ મુલાકાત લઇ શકે છે અને તેમને કાશ્મીર ખીણમાં પાછા ફરવામાં શું સમસ્યા છે તેની જાણકારી મેળવશે
કલમ 370 દૂર કરાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના છે. તેમનો આ પ્રવાસ 24 એપ્રિલે હશે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન સચિવ અશોક કૌલે આ માહિતી આપી છે. પીએમ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાશ્મીરી પંડિતોની પણ મુલાકાત લઇ શકે છે અને તેમને કાશ્મીર ખીણમાં પાછા ફરવામાં શું સમસ્યા છે તેની જાણકારી મેળવશે. અશોક કૌલે વધુમાં જણાવ્યું કે પ્રવાસ દરમિયાન રાજ્યમાં કાશ્મીરી પંડિતોને પીએમ સાથે મુલાકાત કરાવવાની પણ કોશીશ થઇ રહી છે. જેથી તેઓ જાતે વડાપ્રધાનને મળી પોતાની સમસ્યા કહી શકે.
આ પહેલાં ભાજપના મહામંત્રી તરુણ ચુગે જણાવ્યું હતું કે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને આતંકની રાજધાનીની જગ્યા પર્યટનની રાજધાની બનાવી ધીધું છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં સીમાંકનની કામગીરી પૂરી થયા બાદ તુરત ચૂંટણી કરાવવાનો પણ વાયદો કર્યો છે. જે સંદર્ભમાં પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ મનાઈ રહી છે. હાલમાં રાજ્યમાં સીમાંકનની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે. સરકારના પ્રસ્તાવ પ્રમાણે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બેઠકોની સંખ્યા 90 કરવાનો પ્રસ્તાવ છે. જેમાં 47 બેઠકો કાશ્મીર અને 43 બેઠકો જમ્મુ ક્ષેત્રમાં હશે. આમ કુલ સાત બેઠકોનો વધારો થશે.હાલમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સહિત રાજ્યમાં 107 બેઠકો છે. જે વધારીને 114 કરવાનો પ્રસ્તાવ છે. જોકે જમ્મુ કાશ્મીરના સીમાંકનના પ્રસ્તાવ સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવેલી છે. જે અંગે હજુ ચુકાદો આવવાનો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરમાં આતંકીઓ સામે પણ કડક હાથે કામ લેવાનુ વલણ અપનાવ્યુ છે. 2019માં કલમ 370 દૂર કર્યા બાદ સુરક્ષાદળોએ સેંકડો આતંકીઓનમો સફાયો કરી દીધો છે.