નલિયા 9.8, ગાંધીનગર 11.8, રાજકોટ 12.1, ડિસામાં 13.9 અને ભુજમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સૌરાષ્ટ્ર કચ્છમાં આજરોજ પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અને સવારે શિતલહેરોએ લોકોને ધ્રુજાવયા હતા આજે પણ નલિયા-ભુજ-રાજકોટ- ડિસા- અને ગાંધીનગરમાં તિવ્રઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો. આજે સવારે નલિયા ખાતે 9.8 ડિગ્રી, રાજકોટમાં 12.1 ડિગ્રી તથા અમદાવાદમાં 14.2, અમરેલીમાં 14, વડોદરામાં 15.4, ભુજમાં 13.4, ડિસામાં 13.9, દિવમાં 16.2, દ્વારકામાં 17, તેમજ ગાંધીનગર ખાતે 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.તેમજ કંડલા ખાતે 16, ઓખામાં 19.6, પોરબંદરમાં 14.7 અને વેરાવળ ખાતે 16.7, ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગોહિલવાડ પંથકમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો છે.
- Advertisement -
આજે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 16.0 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 59% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 10 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી આ ઉપરાંત જામનગર શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હવામાનમાં ફેરફાર સર્જ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરના વાતાવરણમાં ભેજના પ્રમાણમાં સિદ્ધો 36 ટકાના ઘટાડા સાથે 57 ટકા પહોંચી ગયું છે.