ડૉકટરની સલાહ વિના દવા લેવાથી સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો
એક સાથે વધુ દવા લેવાની પ્રવૃતિ એ વડીલોમાં વધુ હતી, જેઓ અનેક બીમારીઓથી ગ્રસ્ત હતા : અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
ભારતમાં દવાઓના અસુરક્ષિત ઉપયોગને લઈને વરિષ્ઠ નાગરિકો પર કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે, મોટી સંખ્યામાં બુઝુર્ગો ઉચીત પરામર્શ કર્યા વિના અનેક દવાઓનું સેવન કરી રહ્યા હતા, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.અધ્યયન 6 શહેરોના 600 વડીલો પર કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળેલું કે 20 ટકા વડીલો ડોકટરની સલાહથી દવા લઈ રહ્યા હતા. 33.7 ટકા વડીલો પોલી ફાર્મેસી (એક સાથે પાંચ કે વધુ દવાનું સેવન) કરી રહ્યા હતા. ડોકટરની સલાહ વિના એકથી વધુ દવા એક સાથે લેવાથી તેઓ એકબીજાની અસરને વધારી કે ઘટાડી શકે છે.ડોકટર જુગલ કિશોરના જણાવ્યા અનુસાર એકસાથે વધુ દવા લેવાની પ્રવૃતિ એ વડીલોમાં વધુ હતી, જેઓ વધુ બીમારીઓથી ગ્રસ્ત હતા. એકથી વધુ બીમારીઓ વાળા વડીલોમાં પોલી ફાર્મેસીની સંભાવના 2.5 ટકા વધુ હતી.જયારે હાલમાં જ ભરતી થયેલા વડીલોમાં આ ખતરો 4.6 ગણો હતો. ડોકટર બદલતા વડીલોમાં આ પ્રવૃતિ 3.3 ગણી વધુ જોવા મળી હતી. 19 ટકા વડીલો ડોકટરની સલાહ વિના ખુદ દવા લઈ રહ્યા હતા.ડો. જુગલ કિશોરે જણાવ્યું હતું કે અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે વડીલોને સુરક્ષિત દવા લેવા અને ખરો તબીબી પરામર્શ ઉપલબ્ધ કરાવવાની સખ્ત જરૂરત છે. ડોકટરો, પરિવારના સભ્યો અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ આ દિશામાં સતર્કતા વધારવી પડશે, જેથી વડીલો ઉચિત માર્ગદર્શન વિના દવાઓનું સેવન ન કરે અને સંભવિત દુષ્પ્રભાવોથી બચી શકે.આ અધ્યયનમાં બહાર આવ્યું હતું કે, 65.3 ટકા વડીલોને દવાઓ અંગે ખરી જાણકારી નહોતી. 50 ટકાને દવાની ખરાબ અસરની ખબર નહોતી. 75 ટકા વડીલોને અનેક બીમારી હતી તેમને નિયમિત દવા
જરૂરી હતી.
દવાના રીટેલર – ઑનલાઈન ફાર્મસીએ સ્પષ્ટ વાંચી શકાય તેવા ‘ભાવપત્રક’ રાખવા પડશે
પેકીંગ પર પણ સ્પષ્ટ વાંચી શકાય તે રીતે દવાના ભાવ પ્રિન્ટ થાય તે જરૂરી
દેશમાં દવા ઉદ્યોગમાં ચાલતી વ્યાપક ગેરરીતિ ભાવ નિયમનમાં અપારદર્શીતા અને દવાની કિંમતો દર્શાવવામાં પણ કંપનીઓ દ્વારા ગ્રાહક પારખી શકે નહી તે રીતે જ રેપર કે અન્ય પ્રકારના પેકીંગ પર ભાવ લખાય છે તે મુદે હવે ધ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈઝીંગ ઓથોરીટીએ આકરુ વલણ અપનાવીને તમામ દવા ઉત્પાદક કંપનીઓને દવાના ભાવ સ્પષ્ટ વાંચી શકાય તે રીતે દર્શાવવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત તમામ રીટેલર-ડિલર તથા ઓનલાઈન દવા વેચતી કંપનીઓએ દવાના ભાવ તેની વેબસાઈટ પર પણ મુકવાના રહેશે. મેડીકલ જગતમાં સૌથી મોટી ગેરરીતિ દવાના પ્રમાણ અને ભાવમાં આવશે. તબીબો મોટા ડોઝ લખી આપે છે અને દર્દીને તે પ્રિસ્ક્રીપ્શન દર્શાવીને જે કિંમત દવાના ડિલર કહે તે ચૂકવવાની રહે છે.જેમાં કયાંય પારદર્શકતા નથી અને મોટાભાગની દવાઓમાં ખરીદનાર વધુ ઉંચી કિંમત ચૂકવે છે. તે સામે હવે ઓથોરિટીએ દવાના ભાવમાં પારદર્શકતા સ્થાપવા તમામ સંબંધીત વર્ગને તાકીદ કરી છે. ઓનલાઈન ફાર્મા અને દવાઓના પ્લેટફોર્મ, ઓનલાઈન ફાર્મસી કે દવાના રીટેલ સ્ટોર્સ સુધી તમામે દવાના ભાવ તેની વેબસાઈટ પર દર્શાવવા ફરજીયાત છે.
- Advertisement -
ઉપરાંત દરેક ડીલરે તથા રીટેલરે ભાવપત્રક અને સપ્લીમેન્ટ્રી ભાવપત્રક દર્શાવવા પડશે અને ગ્રાહક માંગે તો તે દેવુ પડશે. આ જોગવાઈનો ભંગ કરનાર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા-1955ની કલમ 7 મુજબ તે સજાપાત્ર અપરાધ ગણાશે.