ભૂતપૂર્વ પહેલવાનની રણવીર અલ્લાહબાદિયાને ધમકી
રેસલર સૌરવ ગુર્જર કહ્યું કે તને સિકયોરિટી પણ નહિ બચાવી શકે
- Advertisement -
યુટ્યુબર રણવીર અલ્હાબાડયાની વિવાદિત ટિપ્પણીના કિસ્સામાં દરરોજ નવાં અપડેટ્સ બહાર આવી રહ્યાં છે. હવે આ કિસ્સામાં, ડબ્લ્યુડબ્લ્યુઇ રેસલર સૌરવ ગુર્જર દાખલ થયાં છે. તેણે રણવીર અલ્હાબાદિયાને ખુલ્લી ચેતવણી આપી છે. રેસલર સૌરવ ગુર્જરએ કહ્યું છે કે, ’જો રણવીર મળે તો તેને સિકયોરિટી પણ બચાવી શકશે નહીં. સૌરવએ એક વિડિઓ રજૂ કરી છે અને ચેતવણી આપી છે.
સૌરવ ગુર્ઝરે તેનાં વિડિઓમાં કહ્યું છે, ’આ રણવીર અલ્હાબાદિયા છે, તે ખૂબ પ્રખ્યાત છે. તેમણે શોમાં જે કહ્યું તે માફ કરી શકાય તેમ નથી. જો આપણે આપણી આગામી પેઢીને બચાવવી હોય, તો આવા લોકો પર કાર્યવાહી કરવી પડશે. જો આપણે તેનાં વર્તન માટે પગલાં ન લઈએ, તો વધુ લોકો પણ આવી જ વાતો કરશે.
તેમણે કહ્યું છે કે, વાણીની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તમે કંઈપણ બકવાસ કરતાં રહો. રેસલરે સરકારને આવાં લોકો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે, જેથી સમાજમાં આવાં કેસો ન થાય. તેમણે કહ્યું કે જો હું આ વ્યક્તિને મુંબઈમાં ક્યાંય પણ મળ્યો, તો તે તેને વિશ્વની કોઈ તાકાત.બચાવી શકશે નહિ.
- Advertisement -