જમીન સુધારણા હેતુનો મીના કમિટિનો રિપોર્ટ સરકારને સુપરત
મોટો નિર્ણય લેવાની તૈયારી: ફક્ત ખેતી-બાગાયત માટે જ આ જમીનનો ઉપયોગ કરવાની શરત આવશે: ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય: વર્તમાન ખેડૂતો પણ ‘કરાર’ કરી શકશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતને ઔદ્યોગીકની સાતે કૃષિ સમૃદ્ધ રાજય બનાવવા માટે રાજય સરકાર એક મહત્વનો નિર્ણય કરવા જઈ રહી છે. એક સમયે પાણીની મુશ્ર્કેલી અનુભવતા ગુજરાતના મોટાભાગનાં વિસ્તારોમાં નર્મદા સરદાર સરોવર ડેમનું પાણી પીવા અને સિંચાઈ માટે પહોંચી રહ્યું છે તે રાજયમાં વરસાદની માત્રા પણ વધતી જાય છે.
તેથી ભૂગર્ભ જળનાં સ્તર પણ ઉંચા આવી રહ્યા છે. તેનો લાભ કૃષિ ક્ષેત્રોનો વધે તે માટે સરકાર હવે ખેતી-બાગાયત કરવી છે અને તેઓ ખાતેદાર-ખેડૂત નથી તેની ખેતીની જમીન ખરીદી શકતા નથી તેઓને હવે ફકત ખેતી બાગાયતનાં હેતુ માટે જ ખેતીની જમીન ખરીદવા છુટ અપાશે.
રાજ્યમાં ખાતેદાર-ખેડૂત-બનવા માટેની પ્રક્રિયા ખુબ જ જટીલ છે અને જેઓના પરીવાર મૂળભૂત રીતે ખેડુત હશે તેના પરીવારને જ આ લાભ મળે છે જયારે સમાંતર રીતે બોગસ ખાતેદાર ખેડુત બનવાનું રેકેટ પણ ચાલે છે જે બદલે કૃષિ જેવા મોટા રોકાણ આધુનિક કૃષિની જરૂર છે તેઓને ફ્ક્ત ખેતીનાં બાગાયત એટલે કે વ્યાપારી હેતુથી ફળ-ફુલો ઉગાવવા માટે ખેતીની જમીન ખરીદવાની છુટ અપાશે.
- Advertisement -
દેશનાં જ રાજય હરીયાણામાં આ પ્રકારની છુટ છે. દેશમાં કૃષિ મોંઘી બની છે અને ખાતેદાર-ખેડૂત જ કૃષિ જમીન ખરીદી શકતા કે ધરાવી શકતા હતા તેથી રોકાણ મર્યાદિત થાય છે પણ જો કૃષિમાં નવુ રોકાણ અને આધુનિક ઉપરાંત વૈવિધ્યસભર ખેતી કરવી હોય તો તેઓ વ્યાપારી અભિગમ જરૂરી છે. ગુજરાતમાં ઓર્ગેનીક ખેતીને પ્રોત્સાહન અપાય છે અને તેથી આ હેતુ માટે પણ નવા ખેડુતો માટે આ નિર્ણય કરાઈ રહ્યો છે.
આ ઉપરાંત હાલ જેની પાસે ખેતીની જમીનો છે તેઓ ખાનગી બીન ખાતેદાર સાથે કરાર કરીને તેની સાથે ખેતી કરે છે તેને ભંડોળ આપે તેવી જોગવાઈ કરી શકાય છે. પણ આ જમીનનો ફકત કૃષિ-બાગાયત માટે જ કરી શકાશે અન્ય કોઈ વ્યાપારી ઉપયોગ કરી શકાશે નહિં રાજયમાં કોમર્શીયલ હેતુથી બિનખેતી કરાવવા માટેનો પ્રવાહ વધી રહ્યો છે તેની ભવિષ્યમાં ખેતીની જમીનની અછત થઈ શકે છે. ગુજરાતમાં લેન્ડ રિફાર્મ માટે સીએલસીનાં કમીટીનો રીપોર્ટ સરકારને સુપ્રત થયો છે તેમાં પણ આ ભલામણ હોવાની શકયતા છે. સરકારે હાલમાં જ 6 એપ્રિલ 1995 બાદના રેવન્યુ રેકર્ડ એ ખેડુતનાં સ્ટેટસ માટે ચકાસણી પાત્ર બનશે. ખાસ કરીને કૃષિની જમીનમાં લેવડ દેવડમાં પણ નિર્ણય મહત્વનો છે અને જુના રેકોર્ડમાં જવાની જરૂર રહેશે નહિં.