ગુજરાત-મહારાષ્ટ્ર સહિત ઉતર ભારત ખૂબ ‘તપશે’
દેશના અનેક ભાગોમાં માર્ચ મહિનાથી જ શરુ થઇ ગયેલી ભીષણ ગરમી એપ્રિલ મહિનામાં વધુ કાળઝાળ બનવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાએ એપ્રિલ મહિના માટે કરેલી આગાહી પ્રમાણે ઉપર તથા મધ્ય ભાગમાં ભીષણ ગરમી-ઉંચા તાપમાનનો સિલસિલો યથાવત રહેશે. હવામાન વિભાગના નકશામાં મધ્ય ભારતમાં ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા ઓડિશા પણ આવી જાય છે. ગુજરાત-મહારાષ્ટ્ર સામાન્ય રીતે પશ્ર્ચિમ ભારતમાં તથા ઓડિશા પૂર્વ ભારતમાં ગણાય છે.
હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે એપ્રિલ મહિનામાં પૂર્વોત્તર ભારતમાં તાપમાન નોર્મલથી ઉંચું રહેશે. જ્યારે દક્ષિણ તથા મધ્ય ભારતના પૂર્વીય ભાગોમાં નોર્મલથી નીચુ રહેશે. ઉત્તર પૂર્વના દક્ષિણ ભાગોમાં પણ તાપમાન સરેરાશથી નીચુ રહેવાની શક્યતા છે.
- Advertisement -
હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, દેશમાં એપ્રિલ મહિનાનો વરસાદ એકંદરે સામાન્ય રહે તેમ છે છતાં ઉત્તર, મધ્ય અને પૂર્વોતર ભાગોમાં સરેરાશથી ઓછો રહેશે જ્યારે દક્ષિણ ભારત તથા પશ્ચિમ મધ્ય ભારતને સંલગ્ન ભાગો તથા પૂર્વોત્તર ક્ષેત્રોમાં સારો વરસાદ થઇ શકે છે.હવામાન વિભાગે માર્ચ મહિના માટે ઉતર ભારતનું તાપમાન નોર્મલ કરતા નીચુ રહેવાની આગાહી કરી હતી તે ખોટી પડી હતી કારણ કે તાપમાન ઘણું ઉંચું રહ્યું હતું. હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સનો ઉતર બાજુનો વધુ ઝુકાવતથા પશ્ર્ચિમી રાજસ્થાનમાં એન્ટી-સાયક્લોનિક સરક્યુલેશનથી તાપમાન વધી ગયું હતું.હવામાન ખાતા દ્વારા હીટવેવ-અત્યાધિકતાપમાનની સ્થિતિનો સામનો કરવો લોકોને એલર્ટ રહેવા સુચવવામાં આવ્યું છે. ખુલ્લા તાપમાં બહાર નહીં નીકળવા, ખુલતા કપડા પહેરવા વગેરે સલાહ આપવામાં આવી છે. આકરા તાપ-ગરમીની અસરે ડીહાઇડ્રેશન, ડાયેરીયા, ઉલ્ટી, ફૂડ પોઇઝનીંગ જેવી બિમારીની આશંકા રહે છે એટલે ખાનપાનમાં પણ કાળજી રાખવા સૂચવ્યું છે.