ભારત સરકારની ઘણી યોજનાઓમાંની એક છે આયુષ્યમાન ભારત યોજના. જેનો લાભ દેશના કરોડો નાગરિકો લઈ રહ્યા છે. તો ઘણી વાર એવું બને કે ઉતાવળમાં તમે આયુષ્યમાન કાર્ડ ઘરે ભૂલી જાવ તો કેવી રીતે કરાવશો મફતમાં સારવાર ચાલો જાણીએ.
ભારત સરકાર લોકોની અલગ-અલગ જરૂરિયાતોને લઈને નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા એવી છે કે તેમાં સારવાર માટે ઘણો ખર્ચો આવતો હોય છે. જે લોકો હેલ્થ ઈન્સ્યોરન્સ નથી લઈ શકતા તેવા જરૂરિયાતમંદ લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અમલમાં મૂકવામાં આવી છે.
- Advertisement -
2018થી અમલમાં છે આ યોજના
પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના વર્ષ 2018માં અમલમાં મૂકવામાં આઆવી હતી. જ અંતર્ગત જે જરૂરિયાતવાળા વર્ગને સારી અને સરળ રીતે સર્વરમાલી શકે તે માટે 5 લાખ રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે જેથી તેઓ ગંભીર બીમારીની પણ સારવાર પૈસાની ચિંતા વગર કરાવી શકે. આ સ્કીમનો ફાયદો કારોડો ભારતીયો ઉઠાવી રહ્યા છે.
આયુષ્યમાન કાર્ડ છે જરૂરી
- Advertisement -
જો તમે પણ આ યોજનામાં જોડાવ છો તો તમને ભારત સરકાર તરફથી એક આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. જે તમારે સારવાર લેવા જતી વખતે સાથે લઈને જવાનું હોય છે. જેમાં ભારત સરકાર દ્વારા સારવાર માટે પસંદ કરવામાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલનું લિસ્ટ હોય છે. અને આ કાર્ડ રજૂ કરવા પર તમને મફતમાં સારવાર મળી રહે છે. પરંતુ ઘણીવાર એવું પણ બને કે ઇમરજન્સીના સમયે ઘરેથી કાર્ડ સાથે લઈ જવાનું ભૂલી જવાય છે તો આ સ્થિતિમાં મફત સારવાર કેવી રીતે મેળવશો?
આયુષ્યમાન કાર્ડ ભૂલીઓ જાવ તો શું કરવું?
જો તમે પણ ઉતાવળમાં કે ઇમરજન્સીમાં આયુષ્યમાન કાર્ડ ઘરે ભૂલી જાવ છો તો ચિંતા કરવાની જરૂર નથી. કાર્ડ ના હોય તેવી સ્થિતિમાં તમારે હોસ્પિટલમાં રહેલ આયુષ્યમાન ડેસ્ક પર જવાનું રહેશે. ત્યાં હાજર અધિકારી સાથે તમારી કાર્ડ સાથે સંલગ્ન વિગતો જેવી કે મોબાઈલ નંબર જેની સાથે કાર્ડ લિંક કર્યું હોય તે આપવાનો રહેશે અને મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે એટલે તમે કાર્ડ વગર પણ મફતમાં સારવાર લઇ શકશો.