તખ્તસિંહજી રોડ પર સિટી એ ડિવિઝન પોલીસે રેડ કરી: કુલ રૂ.53,600નો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી શહેરમાં દારૂનું ચલણ વધતા હવે બાળકિશોરો પણ બુટલેગર બન્યા હોવાની ઘટના સામે આવી છે. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તખ્તસિંહજી રોડ પર નવયુગ શોરૂમ નજીકથી સીએનજી રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક બાળકિશોર સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, રિક્ષા (GJ 36 WW 3409)માં વેચાણના ઈરાદે રાખવામાં આવેલી વિદેશી દારૂની 36 બોટલો (કિં. રૂ. 3,600) સાથે ત્રણેય ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે દારૂ અને રિક્ષા સહિત કુલ રૂ. 53,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં રવીભાઈ જીતેન્દ્રભાઈ પાલા (ઉ.વ. 30) અને રવીભાઈ રાજેશભાઈ પરેચા (ઉ.વ. 28) ઉપરાંત એક બાળકિશોરનો સમાવેશ થાય છે. પૂછપરછમાં સાગર કાંતિલાલ પલાણ (રહે. રણછોડનગર)નું નામ પણ ખુલ્યું છે, જે હાજર ન મળતાં પોલીસે તેને ઝડપી પાડવા માટે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



