વેપારીઓનું એક જ રટણ, કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવ વધારે
લીલી ડુંગળી, ફ્લાવર અને કોબીજ રૂ.60 પ્રતિ કિલો ગવાર અને ભીંડા રૂ.120, સુરતી પાપડી, તુવેર રૂ.100 પ્રતિ કિલો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ શિયાળામાં લીલા શાકભાજી વિપુલ પ્રમાણમાં બજારમાં જોવા મળતા હોય છે. ત્યારે આ વચ્ચે શિયાળાની સીઝન શરૂ છતાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. તેમજ શાકભાજીમાં બે થી ત્રણ ગણા ભાવ વધુ થયેલા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં શિયાળામાં ઊંધિયું બનાવવું ગ્રુહણીને મોંઘુ પડે તેવી સ્થિતિ બજારમાં જોવા મળી રહી છે.
છેલ્લા થોડાં દિવસથી રાજ્યભરમાં કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી ગયો છે. જેના કારણે તૈયાર શાકભાજીને પણ ઘણું નુકસાન થયું છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી રૂ.20થી 30 પ્રતિ કિલો મળે છે તેવા શાકભાજીનો ભાવ રૂ.50 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.
શિયાળામાં ઊંધિયું બનાવવું ગૃહિણીને મોંઘુ પડશે. શાકભાજીમાં બે થી ત્રણ ગણા ભાવ વધારો જોવા મળી રહ્યો છે. શિયાળામાં સસ્તા ભાવે મળતાં ફણસી રૂ.100, આદું રૂ.160 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. તો લીલી ડુંગળી, ફ્લાવર અને કોબીજ રૂ.60 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. ગવાર અને ભીંડા રૂ.120, સુરતી પાપડી, તુવેર રૂ.100 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે.
જ્યારે છેલ્લા ઘણાં સમયથી ટામેટાના ભાવમાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહ્યો છે. ટામેટા પણ 60થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. જ્યારે મેથી, પાલક, કોથમીર, મૂળા, ગાજરનો ભાવ પણ રૂ.50 પ્રતિ કિલો પહોંચ્યો છે. જે સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી રૂ.20થી 30 પ્રતિ કિલો મળે છે.
આગામી 1 સપ્તાહ સુધી નહીં ઘટે ભાવ
બજારમાં વેપારીઓના અનુસાર રાજ્યમાં થયેલા કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે. જેમાં હજી આગામી 1 સપ્તાહ સુધી શાકભાજીના ભાવમાં ઘટાડાની સંભાવના નહિવત જોવામાં આવી રહી છે. તેમજ લગ્ન સિઝનમાં પણ આ ભાવવધારાની અસર જોવા મળી શકે છે. તેમજ આગામી દિવસોમાં હજી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે ભાવમાં ઘટાડાની નહીંવત શક્યતા રહેલી છે.