મનપામાં હંગામી નોકરી માટે ઉમેદવારો નીરસ : અનેક ઉમેદવારો પસંદગી પામ્યાના થોડા જ દિવસમાં રાજીનામા આપી જતા રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
મોરબી મહાનગર પાલિકા બન્યાને આજે દસ-દસ મહિના વીતવા છતાં મહાનગર પાલિકામાં મહત્વપૂર્ણ ગણાતી સર્વેયર, રિકવરી ઓફિસર, મિકેનિક, વ્યવસાયવેરા અધિકારી, પીઆરઓ, લાયબ્રેરિયન સહિતની અનેક જગ્યાઓ ખાલી છે.મહાનગર પાલિકા દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે બબ્બે વખત ભરતી પ્રક્રિયા હાથ ધરવા છતાં મંજુર 88 જગ્યાઓ પૈકી 37 જગ્યાઓ ખાલી હોય હાલમાં કોર્પોરેશનના મહેકમમાં 43 ટકા જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, રિકવરી ઓફિસર સહિતની અનેક જગ્યાઓ ઉપર ભરતીમાં ઉમેદવારોની નિમણુંક થયા બાદ કેટલાક ઉમેદવાર હાજર જ થયા ન હતા તો કેટલાક થોડા જ દિવસમાં નોકરીમાં જ થાકીને નોકરી મૂકીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
જાન્યુઆરી-2025માં મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરને ગામડા જેવી સ્થિતિમાંથી બહાર કાઢવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રજાલક્ષી કામગીરીને ઝડપી બનાવવા માટે સેનેટરી ઇન્સ્પેકટર,સેનેટરી સબ ઇન્સ્પેકટર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, રિકવરી ઓફિસર સહિતની વિવિધ 88 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાતા આ ભરતી પ્રક્રિયામાં કુલ 1600 જેટલા ઉમેદવારોએ નોકરી માટે ઉત્સાહ બતાવ્યો હતો. મહાનગર પાલિકાએ ભરતી પ્રક્રિયામાં બબ્બે વખત રાઉન્ડ લઇ તમામ જગ્યા ભરવા પ્રયાસ કર્યો હતો. જો કે, મહાનગર પાલિકામાં હાલમાં 88 પૈકી 51 જગ્યા ભરાયેલ છે જેમા હજુ પણ 37 મહત્વની જગ્યા ખાલી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
નોંધનીય છે કે, મોરબી કોર્પોરેશનમાં રિકવરી ઓફિસર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, કેડ ઓપરેટર, લીગલ ઓફિસર જેવી મહત્વની જગ્યાઓ ખાલી પડી છે, સાથે જ ભરતી પ્રક્રિયામાં આ જગ્યાઓ ભરાઈ ગયા બાદ નોકરી ઇચ્છુક ઉમેદવારોને માહોલ અને વાતાવરણ અનુકૂળ ન આવતા કેટલાક ઉમેદવારોએ તો નોકરીના થોડા જ દિવસમાં નોકરી છોડી હતી. સાથે જ અનેક ઉમેદવારોને અન્યત્ર સારી ઓફર મળી જતા મહાનગર પાલિકા મોરબીની નોકરીની તક જતી કરી ફરજ ઉપર હાજર જ ન થયા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં મહાનગર પાલિકામાં કુલ મંજુર 88 જગ્યા સામે 37 જગ્યા ખાલી હોવાથી કુલ જગ્યાની 47 ટકા જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. આ અંગે નવેસરથી ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
મનપામાં કઈ-કઈ જગ્યા ખાલી
- Advertisement -
હોદ્દો ખાલી જગ્યા
સેનેટરી સબ ઇન્સ્પેકટર 2
પ્લાનિંગ આસિસ્ટન્ટ 2
સર્વેયર 9
કેડ ઓપરેટર 3
સિવિલ ઈજનેર (ડિગ્રી) 1
આઇટી એક્સપર્ટ 1
વર્ક અસીસીટન્ટ 2
લીગલ ઓફિસર 1
રિકવરી ઓફિસર 7
મિકેનિક 2
આસી.લાયબ્રેરિયન 1
રિકવરી પ્રો.ટેક્સ 4
વ્યવસાય વેરા અધિકારી 1
પીઆરઓ 1



