ખાડાની ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચી હતી પરંતુ મનપાના સત્તાધીશોએ મુખ્યમંત્રીને પણ ઊંધા ચશ્માં પહેરાવી દીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં એકપણ રસ્તો એવો નથી કે જેને સારો રસ્તો કહી શકાય, દરેક જગ્યાએ ખાડા જોવા મળે છે, મહાનગરપાલિકાના શાસકો સ્માર્ટ સિટીની વાતો કરીને લોકોને રિઝવવાનો ખેલ કરે છે, પરંતુ વાસ્તવિક્તા તો એ છે કે, સારા રસ્તા આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ચોમાસામાં એકથી 2 ઈંચ વરસાદમાં તો રસ્તાનું ધોવાણ થઈ જાય છે. થોડા દિવસ પૂર્વે બનાવેલા રોડની હાલત પણ ભંગાર બની જાય છે. તા. 17 જૂલાઈના રોજ રૈયા ચોકડી, નાણાવટી ચોકમાં પેચવર્ક અને રોડ રિપેરીંગ કરવામાં આવ્યું હતું.
40 દિવસ પહેલાં જ પેચવર્ક કરવામાં આવ્યું હતું અત્યારે મસમોટા ખાડાં
મનપા શાસકો દ્વારા સ્માર્ટ સિટીની વાતોનાં ખાડાં
- Advertisement -
આ રિસ્ટોરેશનની કામગીરીનું મોનિટરીંગ મ્યુનિસિપલ કમિશનરે કર્યું હતું. રાજકોટ શહેરના ખાડાની ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચી હતી અને મુખ્યમંત્રીએ પણ તાકીદે રસ્તા રિપેર કરવાની સૂચના આપી હતી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો મુખ્યમંત્રીને પણ ઊંધા ચશ્ર્માં પહેરાવી દે છે. માધાપર ચોકડી, બેડી ચોકડી સહિતના રાજકોટના એન્ટ્રી પોઈન્ટ પર કમરતોડ ખાડાથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે.
ચોમાસાને કારણે ખાડા પડે છે અને ચોમાસું પૂરું થતાં ખાડા રિપેર થઇ જશે તેવા વર્ષોથી બહાના કાઢવામાં આવતા હોવાથી નવી પદ્ધતિ જેટ પેચરથી ચોમાસામાં પણ ખાડા પૂરી શકાય અને આ પદ્ધતિથી ખાડા પૂરાયા બાદ બે વર્ષ સુધી ત્યાં ખાડા પડતાં નથી, મનપાની ટીમે જેટ પેચરથી છેલ્લા બે વર્ષથી ખાડા પૂરવાનું શરૂ કર્યું હતું અને તેનો કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો, પરંતુ ખાડા તો યથાવત છે. સત્તાધીશોએ ભ્રષ્ટાચાર આચરી માત્ર કાગળ પર જ આ કામગીરી દર્શાવી તેવા સવાલો પણ લોકોમાં ઊઠી રહ્યા છે.



